New Update
ભરૂચમાં કરવામાં આવ્યું આયોજન
શિક્ષણ વિભાગ દ્વારા આયોજન કરાયું
માર્ગદર્શક સેમિનાર યોજાયો
મનોવિજ્ઞાનના શિક્ષકો રહ્યા ઉપસ્થિત
અધિકારીઓએ આપી હાજરી
ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા તેમજ પરીક્ષા સંબંધિત તણાવ દૂર કરવા માટે કાર્યરત આત્મવિશ્વાસ હેલ્પલાઇન અંતર્ગત માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારવા અને પરીક્ષાસંબંધિત તણાવ દૂર કરવા માટે આત્મ વિશ્વાસ હેલ્પલાઈન અંતર્ગત માર્ગદર્શન સેમિનારનું આયોજન જી.એન.એફ.સી. નર્મદા હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું.
આ સેમિનારમાં નિષ્ણાંત મનોચિકિત્સક ડૉ. સાજીદ ડે દ્વારા વિદ્યાર્થીઓ માટે કેવી રીતે મૂંઝવણભર્યા પ્રશ્નોનું સરળ નિરાકરણ મેળવી શકાય, યોગ્ય દિશામાં માર્ગદર્શન આપી આત્મવિશ્વાસ કેવી રીતે વધારી શકાય તેમજ ટેક્નોલોજીના માધ્યમથી શૈક્ષણિક તણાવને હલ કરવા અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઓલ સરકારી, ગ્રાન્ટેડ તથા નોન-ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના મનોવિજ્ઞાન વિષયના શિક્ષકો,આત્મવિશ્વાસ હેલ્પલાઈન ટીમના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories