ભરૂચ: ધો. 1થી 5ના વર્ગો શરૂ થતા અંકલેશ્વરની વિવિધ શાળામાં બાળકોને આવકાર અપાયો

અંકલેશ્વરની વિવિધ શાળાઓમાં બાળકોને આવકાર આપવામાં આવ્યો હતો કોરોના મહામારીના કારણે શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ રાખવામાં આવ્યું હતું.

New Update
ભરૂચ: ધો. 1થી 5ના વર્ગો શરૂ થતા અંકલેશ્વરની વિવિધ શાળામાં બાળકોને આવકાર અપાયો

કોરોના મહામારી બાદ આજથી શાળાઓમાં ધો.1થી 5ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે ત્યારે અંકલેશ્વરની વિવિધ શાળાઓમાં બાળકોને આવકાર આપવામાં આવ્યો હતો કોરોના મહામારીના કારણે શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ રાખવામાં આવ્યું હતું. જોકે હવે ખતરો ઓછો થતા હવે શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. આજથી સમગ્ર રાજ્યની સાથે અંકલેશ્વરમાં પણ ધોરણ 1થી5ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.નગર સેવા સદન દ્વારા વિદ્યાર્થીઓને આવકારવાનો કાર્યક્રમ ગોયા બજાર મુખ્યશાળા ખાતે યોજાયો હતો જેમા નગરપાલિકા પ્રમુખ વિનય વસાવા, શિક્ષણ સમિતિ ચેરમેન કિંજલ ચૌહાણ, વાઇસ ચેરમેન ગણેશ અગ્રવાલ, શાસનાઆધિકારી ભરતભાઇ સલાટ તેમજ શાળા ના શિક્ષકો અને આચાર્યએ હાજર રહી બાળકો ને આવકાર્યા હતા