ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે આયોજન કરાયું
જિલ્લા પંચાયત-ICDS વિભાગ દ્વારા ભૂલકા મેળો યોજાયો
12 ઘટકની 1,374 આંગણવાડી કર્મીએ પ્રોજેક્ટ રજૂ કર્યા
ભૂલકા મેળામાં ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી રહ્યા ઉપસ્થિત
બાળકના સર્વાંગી વિકાસ માટે વાલીઓને માર્ગદર્શન અપાયું
ભરૂચ શહેરના કણબીવગા સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે જિલ્લા પંચાયતનાICDS વિભાગ દ્વારા ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયતનાICDS વિભાગ દ્વારા ભરૂચના કણબીવગા સ્થિત ડો. બાબાસાહેબ આંબેડકર ભવન ખાતે ભૂલકા મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લાના 12 ઘટકની 1,374 આંગણવાડીના કર્મચારીઓ દ્વારા વિવિધ પ્રોજેક્ટ દ્વારા બાળકોને શિક્ષણ આપવાની પદ્ધતિનું નિદર્શન કરવામાં આવ્યું હતું.
આ સાથે જ બાળકોના સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરાયું હતું. ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી સ્વાતિબા રાઉલે પણ ભૂલકા મેળાની મુલાકાત લઈ પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ભૂલકા મેળામાં બાળકના સર્વાંગી વિકાસ માટે સગર્ભાવસ્થાથી શરૂ કરી બાળપણના મહત્વના શરૂઆતના 6 વર્ષ દરમિયાન બાળકોને પૂરક પોષણ આહાર,આરોગ્ય તેમજ શિક્ષણ તથા 3થી 6 વર્ષના બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણની મહત્વતા અંગે કાર્યક્રમમાં ઉપસ્થિત વાલીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.