ભરૂચ: ઝઘડિયાના કપલસાડી ગામેથી કલેકટર ગૌરાંગ મકવાણાએ શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવનો કરાવ્યો પ્રારંભ

કલેક્ટરએ ઝઘડીયા તાલુકાના કપલસાડી ખાતે અને ઝઘડીયા ખાતે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ તેમજ ધોરણ ૯ના ભૂલકાઓને નાંમાકન કરાવીને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી

New Update
Kanya Kelvani Mahotsav
સમગ્ર રાજ્યમાં આજથી શિક્ષણના મહાયજ્ઞ એવા ત્રિ - દિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ૨૦૨૫નો ભરૂચ જિલ્લામાં પણ પ્રારંભ થયો છે. જેમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ ઝઘડીયા તાલુકાના કપલસાડી ખાતે અને ઝઘડીયા ખાતે આંગણવાડી, બાલવાટિકા અને ધોરણ ૧ તેમજ ધોરણ ૯ના ભૂલકાઓને નાંમાકન કરાવીને તેમના ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ પાઠવી હતી.આ અવસરે મહાનુભાવોના હસ્તે CET તથા NMMS જેવી વિવિધ પરીક્ષાઓમાં શ્રેષ્ઠ પરિણામ મેળવનાર અને ખેલમહાકુંભ સહિત રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.