Connect Gujarat
શિક્ષણ

ગાંધીનગર: શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયું શૈક્ષણિક વર્ષ 2021-22 નું કેલેન્ડર, વાંચો કેટલા દિવસનું રહેશે સત્ર

ગાંધીનગર: શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરાયું શૈક્ષણિક વર્ષ 2021-22 નું કેલેન્ડર, વાંચો કેટલા દિવસનું રહેશે સત્ર
X

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ 2021-22 નું કેલેન્ડરજાહેર કરવામાં આવ્યુ છે.ઉલ્લેખનીય છે કે,કોવિડના કારણે આ વર્ષ શૈક્ષણિક કેલેન્ડર મોડું જાહેર કરવામાં આવ્યુ છે. આ કેલેન્ડર મુજબ ધોરણ 9 થી 12 ની પ્રથમ કસોટી 18 થી 27 ઓક્ટોબર દરમિયાન લેવાશે.જ્યારે 27 જાન્યુઆરીથી 2 ફેબ્રુઆરી દરમિયાન બીજી કસોટી લેવામાં આવશે.

ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યું છે. જેમાં આ વર્ષે કોવિડ-19ને પગલે શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરવામાં વિલંબ થયો છે. તેમજ શાળાઓ પણ ઓફલાઇનની સાથે ઓનલાઇન પણ શરૂ રાખવામાં આવી છે. જેમાં શૈક્ષણિક વર્ષ 2021-22ના કેલેન્ડર મુજબ ધોરણ.9થી 12ની પ્રથમ કસોટી 18થી 27 ઓક્ટોબર દરમિયાન લેવાશે.

જ્યારે બીજી કસોટી 27 જાન્યુઆરીથી ફેબ્રુઆરી 2022 દરમિયાન લેવામાં આવશે. આ ઉપરાંત ધોરણ.10 અને 12 બોર્ડની પરીક્ષા 14થી 30 માર્ચ 2022 દરમિયાન લેવાશે તેમજ ધોરણ. 9 અને 11ની વાર્ષિક પરીક્ષા 11થી 21 એપ્રિલ 2022 દરમિયાન લેવાશે.જ્યારે સરકારે જાહેર કરેલા શૈક્ષણિક વર્ષ 2021-22ના કેલેન્ડર મુજબ 35 દિવસનું ઉનાળું વેકેશન અને 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે તેમજ પ્રથમ શૈક્ષણિક સત્ર 118 દિવસનું તો બીજુ સત્ર 130 દિવસનું હશે.

Next Story
Share it