Connect Gujarat
શિક્ષણ

ગાંધીનગર: રાજયમાં શાળા પ્રવેશોત્સવની ૧૭મી શૃંખલાનો આગામી તારીખ 23 જૂનથી પ્રારંભ

રાજ્યભરની ૩ર,૦૧૩ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં થવાનું છે.

X

રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તારીખ 23મી જૂનથી બનાસકાંઠાના વડગામ ખાતેથી શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી વર્ષ-ર૦૦૩થી ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણ ક્ષેત્રે શાળામાં પ્રવેશપાત્ર બાળકોનું નામાંકન વધારવા શરૂ થયેલા શાળા પ્રવેશોત્સવની ૧૭ મી શૃંખલા આગામી તા. ર૩ થી રપ જૂન-ર૦રર દરમ્યાન યોજાશે.શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણીએ આ અંગેની વિગતો આપતાં કહ્યું કે, રાજ્યભરની ૩ર,૦૧૩ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં શાળા પ્રવેશોત્સવનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશનમાં થવાનું છે.

દર વર્ષે આ અભિયાનમાં રાજ્ય સરકારના IAS, IPS, IFS તેમજ વરિષ્ઠ અધિકારીઓ અને વર્ગ-૧ના અધિકારીઓ, પદાધિકારીઓ, મંત્રીઓ રાજ્યભરના ગામે-ગામ જઈને શાળામાં પ્રવેશ પાત્ર ભૂલકાંઓનો શાળા પ્રવેશ ગામમાં ઉત્સવજનક વાતાવરણમાં કરાવે છે. આ વર્ષે ૮૪ IAS, ૨૪ IPS અને ૧૫ IFS અધિકારીઓ સહિત વર્ગ-૧ ના ૩પ૬ અધિકારીઓ શાળા પ્રવેશોત્સવના આ શિક્ષણ સેવાયજ્ઞમાં જોડાવાના છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ બનાસકાંઠાના વડગામ તાલુકાના મેમદપુર પ્રાથમિક શાળા થી તા.ર૩ જૂન ગુરૂવારે કરાવશે..

Next Story