/connect-gujarat/media/media_files/2025/02/06/PWbBGQVmkzOcheidplpS.jpg)
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા લેવાનાર ધોરણ-10, ધોરણ-12ની મુખ્ય પરીક્ષા તા.27-02-2025થી શરૂ થનાર છે. પરીક્ષાના સંચાલન માટેના ઝોન મુજબ પરીક્ષા કેન્દ્રો, કેન્દ્રવાર પરીક્ષાર્થીઓ, બ્લોક બિલ્ડીંગની સંખ્યા, વિષયવાર નોંધાયેલ પરીક્ષાર્થીઓ વગેરે જેવી આંકડાકીય માહિતી અને જિલ્લા કક્ષાએ કરવાની કામગીરીની વિગતો સરળતાથી ઉપલબ્ધ થાય અને એકસૂત્રતા રહે તેમજ જિલ્લા કક્ષાએ પરીક્ષાનું આયોજન અને અમલીકરણ યોગ્ય રીતે કરી શકાય તે હેતુથી બોર્ડ દ્વારા “Action Plan” તૈયાર કરવામાં આવેલ છે. જે બોર્ડની વેબસાઈટ www.gseb.org ઉપર પ્રસિદ્ધ કરવામાં આવેલ છે.
https://www.gsebeservice.com/assets/news/Action%20Plan%20Febuary-2025%20Examination.pdf
આ વર્ષે પરીક્ષામાં કુલ 14.30 લાખ જેટલા વિદ્યાર્થીઓએ ઉમેદવારી નોંધાવી છે, સર્વે સાથે મળીને પરીક્ષા સંચાલનનું કાર્ય સુવ્યવસ્થિતરૂપે પાર પાડી શકીએ તે માટે ઍક્શન પ્લાન મુખ્ય પરીક્ષા 2025 તૈયાર કરેલ છે.