ગુજરાતમાં તમામ સ્કૂલોમાં નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત,105 દિવસ શિક્ષણના રહેશે

ગુજરાત બોર્ડ હેઠળની રાજ્યની તમામ સ્કૂલોમાં આજથી ઉનાળુ વેકેશન થઈ ગયુ છે,અને તારીખ 9મી જુનથી નવું શૈક્ષણિક વર્ષ 2025-26 શરૂ થશે.

New Update
aaa

ગુજરાત બોર્ડ હેઠળની રાજ્યની તમામ સ્કૂલોમાં આજથી ઉનાળુ વેકેશન થઈ ગયુ છે,અને તારીખ 9મી જુનથી નવું શૈક્ષણિક વર્ષ2025-26શરૂ થશે.

35દિવસના વેકેશન બાદ ફરીથી સ્કૂલોના કેમ્પસ વિદ્યાર્થીઓના કોલાહલથી ગૂંજી ઉઠ્યા હતા. હાલ રાજ્યમાં ગુજરાત બોર્ડ હેઠળ ધો.1થી12માં સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની53,000જેટલી સ્કૂલો છે. ગુજરાત શિક્ષણ બોર્ડ હેઠળની સરકારી,ગ્રાન્ટેડ અને ખાનગી સહિતની તમામ સ્કૂલોમાં ધો.1થી12માં ગત20એપ્રિલની આસપાસ વાર્ષિક પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ હતી,અને બોર્ડના એકેડેમિક કેલેન્ડર મુજબ વિધિવત રીતે5મી મેથી સ્કૂલોમાં ઉનાળુ વેકેશન શરૂ થયું હતું.35દિવસનું સમર વેકેશન આજે પૂર્ણ થઈ ગયુ છે અને9જૂનથી રાજ્યની તમામ સ્કૂલોમાં નવું શૈક્ષણિક વર્ષ2025-06શરૂ થઈ ગયું છે.

બોર્ડના નવા એકેડેમિક કેલેન્ડર મુજબ પ્રથમ સત્ર9જુનથી15ઓક્ટોબર સુધીનું રહેશે અને જેમાં શિક્ષણના કુલ દિવસો105રહેશે. જ્યારે16ઓક્ટોબરથી દિવાળી વેકેશન શરૂ થશે અને જે21દિવસનું રહેતા બીજું સત્ર6નવેમ્બરથી શરૂ થશે. પ્રથમ સત્રની પરીક્ષાઓ11સપ્ટેમ્બરથી શરૂ થશે.