સુરત : ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ડાયમંડ સિટીનું 87.52% પરિણામ, 643 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો

ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર જેમાં સુરતનું 87.52 ટકા પરિણામ આવ્યું છે. સૌથી વધુ 643 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે

New Update
સુરત : ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં ડાયમંડ સિટીનું 87.52% પરિણામ, 643 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો

આજે ગુજરાત બોર્ડનું ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં સુરતનું 87.52 ટકા પરિણામ આવ્યું છે. સુરતમાં સૌથી વધુ 643 વિદ્યાર્થીઓએ A-1 ગ્રેડ મેળવ્યો છે. ગત માર્ચ મહિનામાં લેવામાં આવેલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષાનું પરિણામ આજે સત્તાવાર જાહેર કરવામાં આવ્યું છે,

ત્યારે ગત મહિને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરિણામ બાદ આજે સુરત ખાતે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 87.52 ટકા આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં પણ સુરતે A-1 અને A-2માં ડંકો વગાડ્યો છે. ગુજરાતમાં સૌથી વધુ સુરતમાં A-1માં 643 અને A-2માં 4382 વિદ્યાર્થીઓ નોંધાયા છે.

Read the Next Article

ધો.12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું પરિણામ થશે જાહેર,શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી

જૂન-જુલાઈ 2025 દરમિયાન પૂરક પરીક્ષા યોજાઈ હતી. જેમાં 23 જૂન, 2025થી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા શરૂ થઈ હતી. જેના પરિણામને લઈને શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી છે.

New Update
12th Result

રાજ્યમાં ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10-12ના પરિણામ જાહેર થયા બાદ પરીક્ષામાં નિષ્ફળ રહેલા પરીક્ષાર્થીઓને લઈને જૂન-જુલાઈ 2025 દરમિયાન પૂરક પરીક્ષા યોજાઈ હતી. જેમાં 23 જૂન,2025થી ધો.12 વિજ્ઞાન પ્રવાહની પુરક પરીક્ષા શરૂ થઈ હતી. જેના પરિણામને લઈને શિક્ષણ મંત્રીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને માહિતી આપી છે.

શિક્ષણ મંત્રી ડો.કુબેર ડિંડોરે સોશિયલ મીડિયા માધ્યમ'X'પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે,જૂન-જુલાઈ 2025માં યોજાયેલી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ પૂરક પરીક્ષાનું પરિણામ 12 જુલાઈ,2025ના રોજ સવારે 08:00 કલાકે જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓ પરિણામ બોર્ડની વેબસાઇટgseb.orgપર પોતાનો બેઠક ક્રમાંક નાખીને પરિણામ મેળવી શકશે.

Latest Stories