સુરત : બાળકોના પગની છાપ લઈ ફોટો ફ્રેમ બનાવી અનોખી રીતે શાળા પ્રવેશોત્સવ યોજાયો…

રાજ્ય સરકાર દ્વારા તા. 23થી 25 જૂન દરમિયાન રાજ્યવ્યાપી ત્રિદિવસીય 17મા 'શાળા પ્રવેશોત્સવ'ની શરૂઆત કરવામાં આવી છે

New Update
સુરત : બાળકોના પગની છાપ લઈ ફોટો ફ્રેમ બનાવી અનોખી રીતે શાળા પ્રવેશોત્સવ યોજાયો…

રાજ્ય સરકાર દ્વારા તા. 23થી 25 જૂન દરમિયાન રાજ્યવ્યાપી ત્રિદિવસીય 17મા 'શાળા પ્રવેશોત્સવ'ની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે આજરોજ તા. 23મી જૂન પ્રથમ દિને સુરત મહાનગરપાલિકા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓ ખાતે શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, સુરતની પ્રાથમિક શાળા ક્રમાંક 111 અને 112 ખાતે અનોખી રીતે શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો. શાળા સંચાલકો દ્વારા ધોરણ-1માં પ્રવેશ મેળવનાર તમામ બાળકોના પગની છાપ લેવામાં આવી હતી, જ્યારે આ પગની છાપની ફોટો ફ્રેમ બનાવી શિક્ષણ સમિતિ દ્વારા બાળકોના વાલીઓને યાદગીરી તરીકે અર્પણ કરવામાં આવશે.

Latest Stories