Connect Gujarat
શિક્ષણ

સુરત : ટ્રાયબલ વિસ્તારમાં સ્માર્ટ આંગણવાડી કેન્દ્ર, મનોરંજન સાથે બાળકોને અપાય રહ્યું છે શિક્ષણ

સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 182 આંગણવાડી આવેલી છે, જેમાં 4 આંગણવાડી સ્માર્ટ આંગણવાડી બનાવાય છે,

X

આમ તો રાજ્ય સરકારનું સૂત્રો છે સૌ ભણે સૌ આગળ વધે, અને તેમાંય ગામડાના બાળકોને સારુ શિક્ષણ મળે, બાળકીઓ ભણી શકે તે માટે રાજ્ય સરકારે કન્યા કેળવણી અભિયાન શરૂ કર્યું હતું. પરંતુ ગામડાઓની સરકારી શાળા અને આંગણવાડીઓ જર્જરિત હોવાના કારણે ગામડામાં શિક્ષણનું સ્તર કથળી રહ્યું હતું. હમેશા ગુજરાતમાં શિક્ષક પર સવાલો ઉઠતા રહ્યા છે..

ત્યારે રાજ્ય સરકારે શિક્ષણ નીતિ સુધારવાના સાથે શાળા અને આંગણવાડીને આધુનિક બનાવવા હવે કમર કસી છે. જેના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સ્માર્ટ આંગણવાડી શરૂ કરાય છે. ખાસ કરીને સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં 182 આંગણવાડી આવેલી છે, જેમાં 4 આંગણવાડી સ્માર્ટ આંગણવાડી બનાવાય છે, અને તેની અસર બાળકો પર શકારાત્મક થઇ છે, જ્યાં બાળકો આંગણવાડી આવતા ડરતા હતા. એ બાળકો ઉત્સાહભેર આંગણવાડી પોહચી મનોરંજન સાથે શિક્ષણ મેળવી રહ્યા છે.

સુરત જિલ્લાના ટ્રાયબલ તાલુકા એવા ઉમરપાડા તાલુકાના કાલીઝામર, ઝરપણ, કળવીદાદરા અને શામપુરા ગામે સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવી છે. બાળકોમાં શારીરિક, બોદ્ધિક વિકાસની થીમ સાથે શિક્ષણ શરૂ કરાયું છે. તાલુકામાં કુલ 21 સ્માર્ટ આંગણવાડી બનાવવામાં આવશે. આ આંગણવાડીમાં સ્ટોર રૂમ, ટીવી રૂમ, ડિજિટલ બોર્ડ, સ્ટાઈલિશ બેઠક વ્યવસ્થા, અવનવા રમકડાંઓની સુવિધા રાખવામાં આવી છે. ખાસ તો રગબેરંગી ચિત્રો, આલ્ફાબેટથી દીવાલો રંગવામાં આવી છે.આ 4 સ્માર્ટ આંગણવાડી પાછળ 44 લાખના ખર્ચથી જિલ્લા પંચાયત દ્વારા નિર્માણ કરાયું છે. રાજ્ય સરકારની સંકલિત બાળ વિકાસ યોજના અંતર્ગત આંગણવાડી કેન્દ્રો મારફતે લાભાર્થીઓને પોષણ, આરોગ્યની ચિંતા પણ કરવામાં આવી છે.

Next Story