આવતીકાલે ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર થશે, આ રીતે વ્હોટ્સએપથી પણ પરિણામ જાણી શકાશે

આવતીકાલે 9 વાગ્યે શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે.

આવતીકાલે ધોરણ-12 સાયન્સનું પરિણામ જાહેર થશે, આ રીતે વ્હોટ્સએપથી પણ પરિણામ જાણી શકાશે
New Update

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં આવતીકાલે 9 વાગ્યે શિક્ષણ બોર્ડ દ્વારા ધો.12 સાયન્સનું પરિણામ જાહેર કરવામાં આવશે. બોર્ડની વેબસાઈટ http://gseb.org પર પરિણામ જોઈ શકાશે. સાથેજ આ નંબર 6357300971 પર બેઠક નંબર મોકલીને વ્હોટ્સએપથી પણ પરિણામ જાણી શકાશે...

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર કરેલા આંકડા પ્રમાણે ધોરણ 12 સાન્યસમાં છેલ્લા કેટલાક વર્ષોથી એ ગ્રુપની સરખામણીએ બી ગ્રુપના વિદ્યાર્થીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. 12 સાયન્સ પછી ઈજનેરીમાં પ્રવેશ માટેના વિદ્યાર્થીઓમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આ વર્ષે ધોરણ 12 સાયન્સમાં ચાલુ વર્ષના રેગ્યુલર વિદ્યાર્થીઓમાં એ ગ્રુપમાં માત્ર 40,414 વિદ્યાર્થીઓ છે. જે અંતર્ગત વર્ષ કરતા ઘટ્યાં છે. જ્યારે બી ગ્રુપમાં આ વર્ષે 69,936 વિદ્યાર્થીઓ છે. એબી ગ્રૂપના 32 વિદ્યાર્થી છે. એ કરતા બી ગ્રુપમાં 45 ટકા વિદ્યાર્થી વધારે...

ચાલુ વર્ષના એ, બી અને એબી ગ્રુપના કુલ મળીને 11,0382 વિદ્યાર્થીઓ છે. 12 સાયન્સમાં અગાઉ નાપાસ થયેલા આ વર્ષે ફરીથી પરીક્ષા આપનારા રીપીટર 16,395 વિદ્યાર્થી છે. જેમાં એ ગ્રુપમાં 4438, બી ગ્રૂપમાં 11948 અને એબી ગ્રૂપમાં 9 વિદ્યાર્થીઓ છે. આ વર્ષે 12 સાયન્સની પરીક્ષા આપનારાએ ગ્રુપના કુલ 44,852 વિદ્યાર્થીઓ સામે બી ગ્રુપના 81,884 વિદ્યાર્થીઓ છે, એટલે કે એ ગ્રુપ કરતા બી ગ્રુપના વિદ્યાર્થીઓ 45 ટકા વધારે છે. 16.55 લાખ જેટલા વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જો કે, ધોરણ 12ના વિદ્યાર્થીઓની વાત કરીએ તો ઇજનેરી કરતા મેડિકલ લાઈનમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારે છે. આ વર્ષે રાજ્યના 83 ઝોનમાં 1623 કેન્દ્રોમાં 5541 બિલ્ડિંગોમાં 56633 બ્લોકમાં પરીક્ષા લેવામાં આવી હતી...

#GujaratConnect #education news #12th Science Result #gseb.org #Gujarat Board #BoardExam #GSEB Board #12 science #12th Science Result 2023 #ગુજરાત શિક્ષણ બોર્ડ #માધ્યમિક શિક્ષણ બોર્ડ
Here are a few more articles:
Read the Next Article