જંબુસર : દહેગામમાં ખેતરમાં ચાલતો જુગારનો અડ્ડો ઝડપાયો, 8 ખેલીઓ 4.80 લાખ રૂા.ના મુદ્દામાલ સાથે ઝબ્બે

New Update
જંબુસર : દહેગામમાં ખેતરમાં ચાલતો જુગારનો અડ્ડો ઝડપાયો, 8 ખેલીઓ 4.80 લાખ રૂા.ના મુદ્દામાલ સાથે ઝબ્બે

જંબુસર તાલુકાના દહેગામ ખાતે એક ખેતરમાં જુગાર રમી રહેલાં આઠ જુગારીયાઓને 4.80 લાખ રૂપિયાના મુ્દામાલ સાથે ઝડપી પાડયાં છે. એલસીબીએ કરેલી રેડ બાદ સ્થાનિક પોલીસની ઉંઘ હરામ થઇ ગઇ છે.

ભરૂચ એસપી રાજેન્દ્રસિંહ ચુડાસમાના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમ દારુ અને જુગારની અસામાજીક પ્રવૃતિને ડામી દેવા દરોડા પાડી રહી છે. જંબુસર તાલુકાના દહેગામ ગામના ખેતરમાં જુગારનો અડ્ડો ચાલી રહયો છે અને ત્યાં વડોદરા, અમદાવાદ, ભરૂચ સહીતના શહેરોમાંથી જુગારીયાઓ જુગાર રમવા માટે આવે છે. એલસીબીની ટીમે ખેતરને કોર્ડન કરી દરોડો પાડતાં જુગારીયાઓમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે જુગાર રમતાં આઠ જુગારીયાઓને ઝડપી પાડયાં હતાં. જુગારીયાઓમાં અઝફલ પટેલ, યાકુબ બરૂ, કાંતિલાલ પટેલ, અલ્પેશ પાલ, ઝાકીર પઠાણ, રમેશ ચૌહાણ, યાકુબ ભાણા અને અબ્દુલ ધોડીવાલાનો સમાવેશ થાય છે. આરોપીઓ પાસેથી એક કાર અને રોકડ રકમ સહિત કુલ 4.80 લાખ રૂપિયાનો મુ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એલસીબીના દરોડા બાદ કાવી પોલીસ સ્ટેશનના કર્મચારીઓની ઉંઘ હરામ થઇ ચુકી છે. કાવી પોલીસની નાક નીચે ચાલતા અડ્ડા પર ભરૂચ એલસીબીએ દરોડો પાડી જુગાર ઝડપી પાડયો છે. 

Latest Stories