-
ભરૂચ-અંકલેશ્વર તા.પંમાં હોદ્દેદારોની વરણી
-
ભરૂચ-અંકલેશ્વર તા.પંમાં ભાજપે સંભાળ્યું સત્તાનું સુકાન
-
ભરૂચ તા.પંમાં પ્રમુખ પદે હેમાક્ષી પટેલની વરણી
-
જ્યારે લક્ષ્મી ટંડેલ બન્યા ઉપપ્રમુખ
-
અંકલેશ્વર તા.પંમાં પણ પ્રમુખ ઉપપ્રમુખની વરણી
ભરૂચ અને અંકલેશ્વર તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી. અને હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. ભરૂચ તાલુકા પંચાયત ચૂંટણી અધિકારી મનીષા મનાણીની ઉપસ્થિતિમાં પ્રમુખ પદ માટે ભાજપ તરફથી ઉમેદવારી નોંધાવનાર અમલેશ્વર બેઠક પરથી વિજેતા થયેલા હેમાક્ષીબેન ગૌરાંગભાઈ પટેલની વરણી કરવામાં આવી હતી.જ્યારે ઉપપ્રમુખ પદ માટે ભાડભૂત બેઠક પરથી લક્ષ્મીબેન કાલિદાસ ટંડેલ ઉપપ્રમુખ તરીકે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભાજપના આગેવાનો અને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.આ ઉપરાંત તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તરીકે માર્મિક ગૌતમભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે રાકેશ સરવણ ગોહિલ તેમજ દંડક તરીકે વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ રાજના નામ પણ નક્કી કરવામાં આવ્યા હતા.
તો બીજી તરફ અંકલેશ્વર તાલુકા પંચાયતમાં પણ ચૂંટણી અધિકારી ભવદીપસિંહ જાડેજાની અધ્યક્ષતા હેઠળ પ્રમુખ તરીકે વિવેક ભરડીવાલા, ઉપપ્રમુખ પદે યોગીતા દેવધરા, કારોબારી અધ્યક્ષ તરીકે કિરીટ માસ્ટર, દંડક પદે સેજલ વાંસિયાની વરણી કરવામાં આવી હતી.તાલુકા પંચાયતમાં હોદ્દેદારોની વરણીને આવકારવામાં આવી હતી અને પુષ્પગુચ્છ અર્પણ કરીને સમર્થકોએ અભિનંદન પાઠવ્યા હતા.
