'ધ કેરલા સ્ટોરી' બાદ હવે વધુ એક ફિલ્મને લઈને વિવાદ શરૂ,'ધ ક્રિએટર સર્જનહાર' ફિલ્મ વિવાદમાં આવી,વાંચો શું મામલો
ફિલ્મોને લઈને વિવાદો ઉભા થવા સામાન્ય બની ગયા છે. જણાવી દઈએ કે 'ધ કેરલા સ્ટોરી' બાદ હવે વધુ એક ફિલ્મને લઈને વિવાદ શરૂ થયો છે. '

ફિલ્મોને લઈને વિવાદો ઉભા થવા સામાન્ય બની ગયા છે. જણાવી દઈએ કે 'ધ કેરલા સ્ટોરી' બાદ હવે વધુ એક ફિલ્મને લઈને વિવાદ શરૂ થયો છે. 'ધ ક્રિએટર સર્જનહાર' ફિલ્મ વિવાદમાં આવી ગઈ છે. હિન્દુવાદી સંગઠન બજરંગ દળે ફિલ્મ પર ગંભીર આરોપ લગાવ્યા છે. બજરંગ દળ દ્વારા ફિલ્મનો સતત વિરોધ કરવામાં આવી રહ્યો છે. બજરંગ દળનો આરોપ છે કે ફિલ્મમાં લવ જેહાદનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. બજરંગ દળના સભ્યોએ બુધવારે ગુજરાતના અમદાવાદમાં એક મલ્ટિપ્લેક્સમાં ફિલ્મનો વિરોધ કર્યો હતો. બજરંગ દળે ફિલ્મની રિલીઝ પર રોક લગાવવાની માંગ કરી છે. ફિલ્મના વિરોધ પર પ્રોડ્યુસર રાજેશ કરાટેનું નિવેદન સામે આવ્યું છે. રાજેશ કરાટેએ કહ્યું, 'અમે ફિલ્મમાં ટ્રાન્સફોર્મેશન બતાવવાનો પ્રયાસ કર્યો છે. અમે બતાવ્યું છે કે દુનિયા બદલાઈ શકે છે. હું ધમકીઓથી ડરતો નથી. તેઓ ધર્મને પ્રેમ કરે છે અને હું તેના વિશે કંઈ કરી શકતો નથી. હું બધાને અપીલ કરું છું કે ધર્મના નામે હિંસા ન કરો. ધર્મ બચાવવાના નામે એક વ્યક્તિને શા માટે મારશો? આવી સ્થિતિમાં ધર્મની અવગણના કરીને વ્યક્તિનો ઉદ્ધાર કરવો જોઈએ. તેણે એમ પણ પૂછ્યું કે શું તમે ઈચ્છો છો કે હું મારા પરિવારને ગુમાવી દઉં.જણાવી દઈએ કે, 'ધ ક્રિએટર સર્જનહાર' રાજેશ કરાટે ગુરુજી અને રાજુ પટેલના બેનર હેઠળ બની છે. આ ફિલ્મ પ્રવીણ હિંગોનિયા દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મ 26 મેના રોજ દેશભરના 250 થી વધુ સિનેમા હોલમાં રિલીઝ થશે.