Connect Gujarat
મનોરંજન 

અમિતાભ બચ્ચન થયા ઘાયલ, ફિલ્મના શૂટિંગ દરમ્યાન પાંસળીમાં થઈ ઇજા

અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે. આ બાબતે તેમણે પોતાના બ્લોગ પર આ માહિતી આપી હતી.

અમિતાભ બચ્ચન થયા ઘાયલ, ફિલ્મના શૂટિંગ દરમ્યાન પાંસળીમાં થઈ ઇજા
X

અમિતાભ બચ્ચન હૈદરાબાદમાં શૂટિંગ દરમિયાન ઘાયલ થયા છે. આ બાબતે તેમણે પોતાના બ્લોગ પર આ માહિતી આપી હતી. અમિતાભ હાલ મુંબઈમાં પોતાના ઘરે આરામ કરી રહ્યા છે. તેઓ પ્રભાસની ફિલ્મ "પ્રોજેક્ટ K"નું શૂટિંગ કરી રહ્યા હતા. એક એક્શન સીન દરમિયાન તેમને પાંસળીઓમાં ઇજા થઈ છે. હૈદરાબાદમાં ચેકઅપ બાદ તેમને મુંબઈ મોકલવામાં આવ્યા હતા.

અમિતાભ બચ્ચને પોતાના બ્લોગમાં લખ્યું - પાંસળીમાં ઈજા થઈ છે. શૂટિંગ રદ કરવામાં આવ્યું છે. પાટો બાંધવામાં આવ્યો છે અને સારવાર કરવામાં આવી રહી છે. એનાથી ઘણી પીડા થઈ રહી છે. શરીરને આમ-તેમ કરવામાં પણ મુશ્કેલી થઈ રહી છે. શ્વાસ લેવામાં પણ તકલીફ થાય છે. મને આ દુખાવા માટે કેટલીક દવાઓ આપવામાં આવી છે. મને સાજા થવા માટે થોડાં અઠવાડિયાંનો સમય લાગશે. બિગ બીએ લખ્યું, "હું સાજો નહીં થાઉં ત્યાં સુધી તમામ કામકાજ અટકાવી દેવામાં આવ્યાં છે. હું જલસામાં આરામ કરી રહ્યો છું. જરૂરી કામ માટે જ હું થોડું ચાલીશ. હા, આરામ કરવાનું તો ચાલુ રહેશે. મારા માટે આ કહેવું ઘણું મુશ્કેલ છે, પરંતુ હું જલસાના ગેટ પર મારા ફેન્સને મળી શકીશ નહીં, માટે તેઓ ન આવે. જે લોકો જલસામાં આવવાનું વિચારી રહ્યા છે તેમને પણ તમારે આ વાત જણાવવી જોઈએ. આ સિવાય બીજું બધું બરાબર છે.

Next Story