સિંગર ઉદિત નારાયણનો વધુ એક વિડીયો વાયરલ,સ્ટેજ પર સેલ્ફી લેવા આવેલ મહિલા ચાહકને કિસ કરી લીધી

હમણાં થોડા દિવસ પહેલાં જ મહિલા ચાહકના હોઠ પર ચુંબન કરવા બદલ વિવાદમાં આવેલા ઉદિત નારાયણનો વધુ એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે.

New Update
a

હમણાં થોડા દિવસ પહેલાં જ મહિલા ચાહકના હોઠ પર ચુંબન કરવા બદલ વિવાદમાં આવેલા ઉદિત નારાયણનો વધુ એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં ઉદિત એક મહિલા ચાહકને કિસ કરી રહ્યા છે, જે સ્ટેજ પર સેલ્ફી લેવા માટે આવી હતી.

આ વીડિયો સામે આવ્યા બાદ ગાયકની ફરી એકવાર ભારે ટીકા થઈ રહી છે.જે નવો વીડિયો સામે આવ્યો છે એ પણ એક સ્ટેજ પર્ફોર્મન્સ દરમિયાન રેકોર્ડ કરવામાં આવ્યો છે. વીડિયોમાં કેટલીક ફીમેલ ફેન્સ સ્ટેજ પાસે ઉદિત નારાયણ સાથે સેલ્ફી લેવાનો પ્રયાસ કરતી જોઈ શકાય છે. આ દરમિયાન ઉદિત સ્ટેજ પર ઘૂંટણિયે બેસે છે, ત્યાર બાદ ફેન્સ પણ તેમનો હાથ પકડવાનો પ્રયાસ કરે છે. આ સમય દરમિયાન સેલ્ફી લેતી એક ફીમેલ ફેન્સને ઉદિત નારાયણ કિસ કરી લે છે.થોડા દિવસો પહેલાં 31 જાન્યુઆરીના રોજ ઉદિત નારાયણે એક કોન્સર્ટમાં પર્ફોર્મ કર્યું હતું. આ સમય દરમિયાન તેનો એક વીડિયો સામે આવ્યો, જેમાં તે એક ફીમેલ ફેન્સના હોઠ પર ચુંબન કરતો જોવા મળ્યો હતો