અનુપમ ખેર ઉજવશે સતિશ કૌશિકનો બર્થ ડે, વીડિયો શેર કરીને એક્ટરે લખ્યું, 'આજે તારો બર્થ ડે ધામધૂમથી ઊજવીશ... જોવા આવજે'

દિવંગત એક્ટર સતીશ કૌશિકનો આજે 67મો જન્મદિવસ છે. આ ખાસ દિવસ પર તેમના સૌથી નજીકના મિત્ર અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે.

New Update
અનુપમ ખેર ઉજવશે સતિશ કૌશિકનો બર્થ ડે, વીડિયો શેર કરીને એક્ટરે લખ્યું, 'આજે તારો બર્થ ડે ધામધૂમથી ઊજવીશ... જોવા આવજે'

દિવંગત એક્ટર સતીશ કૌશિકનો આજે 67મો જન્મદિવસ છે. આ ખાસ દિવસ પર તેમના સૌથી નજીકના મિત્ર અનુપમ ખેરે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયો શેર કરતાં અનુપમે કહ્યું, આજે તેઓ સતીશની પત્ની શશિ અને તેમની પુત્રી સાથે તેમના સ્વર્ગસ્થ મિત્રની યાદમાં ઉજવણી કરશે.

અનુપમે આ વીડિયો દ્વારા સતીશ સાથે વિતાવેલી પોતાની જૂની પળોને યાદ કરી છે. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું, 'મારા પ્રિય મિત્ર સતીશ કૌશિક! તમારા જન્મદિવસ માટે શુભેચ્છાઓ! આજે, બૈસાખીના દિવસે તમે 67 વર્ષના થયા હોત, પરંતુ તમારા જીવનનાં 48 વર્ષ સુધી મને તમારો જન્મદિવસ ઊજવવાનો લહાવો મળ્યો, તેથી મેં નક્કી કર્યું છે કે આજે સાંજે અમે તમારો જન્મદિવસ ભવ્ય રીતે ઊજવવાનો પ્રયાસ કરીશું. શશિ અને વંશિકા સાથે તમારી સીટ ખાલી રહેશે. મારા મિત્રો આવો અને અમને ઉજવણી કરતા જુઓ.' અનુપમના આ વીડિયોમાં અનિલ કપૂર, ગુલશન ગ્રોવર પણ જોવા મળ્યા છે.

Read the Next Article

આમિર ખાનની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત:રાષ્ટ્રપતિ ભવન ખાતે 'સિતારે જમીન પર'નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું

આમિર ખાન દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. આ મુલાકાત બુધવારે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં થઈ હતી, જ્યાં આમિરે તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સિતારે જમીન પર'નું સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું.

New Update
amirkhn

આમિર ખાન દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. આ મુલાકાત બુધવારે દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં થઈ હતી, જ્યાં આમિરે તેમની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'સિતારે જમીન પર'નું સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કર્યું હતું.

આ દરમિયાન ફિલ્મની આખી કાસ્ટ હાજર હતી. આ અંગે માહિતી આપતાં, ભારતના રાષ્ટ્રપતિના સત્તાવાર X પ્લેટફોર્મ પરથી સ્પેશિયલ સ્ક્રીનિંગની તસવીરો શેર કરવામાં આવી છે. પોસ્ટમાં આમિર ખાન અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની તસવીર જોવા મળે છે.

બીજી પોસ્ટમાં લખ્યું છે કે- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનના સાંસ્કૃતિક કેન્દ્રમાં 'સિતારે જમીન પર' જોયું હતું. આ ફિલ્મમાં રિયલ ન્યુરોડાયવર્જન્ટ પરિસ્થિતિઓથી પીડાતા લોકોને બતાવવામાં આવ્યા છે, જે વિવિધતા, સમાનતા અને સમાવેશનો સંદેશ આપે છે. આ દરમિયાન ફિલ્મના નિર્માતા અને મુખ્ય એક્ટર આમિર ખાન અને ફિલ્મની ટીમ પણ હાજર હતી.

આમિર ખાનના પ્રોડક્શન હાઉસની ફિલ્મ 'સિતારે જમીન પર' 20 જૂને રિલીઝ થઈ છે. આમિર ખાન અને જેનેલિયા ડિસોઝા ઉપરાંત, આ ફિલ્મમાં ડાઉન સિન્ડ્રોમથી પીડિત બાળકો પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓમાં છે. આ ફિલ્મ એક બાસ્કેટબોલ કોચ પર આધારિત છે જે આ બાળકોનો કોચ બને છે.