Connect Gujarat
મનોરંજન 

EDની મોટી કાર્યવાહી: બોલીવુડ એક્ટ્રેસ જેકલીનની રૂ 7 કરોડની સંપત્તિ જપ્ત,વાંચો શું હતો મામલો

મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલ કેસમાં ઇડીએ અભિનેત્રીની 7 કરોડથી વધારે સંપત્તિ ટાંચમાં લીધી છે.

EDની મોટી કાર્યવાહી: બોલીવુડ એક્ટ્રેસ જેકલીનની રૂ 7 કરોડની સંપત્તિ જપ્ત,વાંચો શું હતો મામલો
X

બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાંડિસ વિરુદ્ધ ઈડીએ મોટી કાર્યવાહી કરી છે. સમાચાર આવી રહ્યા છે કે, મહાઠગ સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલ કેસમાં ઇડીએ અભિનેત્રીની 7 કરોડથી વધારે સંપત્તિ ટાંચમાં લીધી છે. હાલમાં જ ઈડીએ પાંચ વર્ષ જૂના છેતરપીંડીના કેસમાં ચંદ્રશેખરની ધરપકડ કરી હતી. આ અગાઉ પણ 215 કરોડ રૂપિયાની વસૂલી કેસમાં ઠગને પહેલા પણ દબોચી લેવામાં આવ્યો હતો.રિપોર્ટ અનુસાર, ED એ અભિનેત્રીની કુલ 7.27 કરોડ રૂપિયાની સંપત્તિ ટાંચમાં લીધી છે. તેમાંથી 7.12 કરોડ રૂપિયાની એફડી પણ સામેલ છે. ઈડીએ અનુમાન લગાવ્યું છે કે, સુકેશે બળજબરીથી વસૂલી કરેલા રૂપિયા જેકલીન 5.71 કરોડ ગિફ્ટમાં આપ્યા હતા.

ઠગે 1 લાખ 73 હજાર અમેરિકી ડોલર અને 27 હજાર ઓસ્ટ્રેલિયન ડોલર ની આસપાસ રકમ અભિનેત્રી નજીકના લોકોને આપ્યા હતા. અગાઉ પણ એજન્સી ઈડીએ જેકલિન સાથે પૂછપરછ કરી ચુકી છે. રિપોર્ટ્સ અનુસાર સુકેશ સાથે કનેક્શનને લઈને અભિનેત્રીએ ઈડીને જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, વર્ષ 2017થી સુકેશના સંપર્કમાં છે અને ઠગે તેમણે જણાવ્યું હતું કે, તે જયલલિતાના પરિવારમાંથી આવે છે. અભિનેત્રીએ કહ્યું કે, હું ફેબ્રુઆરી 2017 થી સુકેશ સાથે વાત કરી રહી છું. ઓગસ્ટ 2020માં તેણે મને કહ્યું હતું કે, તે સન ટીવીનો માલિક છે અને જયલલિતાના રાજકીય પરિવારમાંથી આવે છે.

Next Story