હરિયાણાના પ્રખ્યાત ગાયક રાજૂ પંજાબીનું 40 વર્ષની વયે નિધન, કમળો બન્યો મોતનું કારણ.....

ગાયક રાજુ પંજાબીનું મંગળવારે વહેલી સવારે નિધન થયું. તેમની હિસારની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી

New Update
હરિયાણાના પ્રખ્યાત ગાયક રાજૂ પંજાબીનું 40 વર્ષની વયે નિધન, કમળો બન્યો મોતનું કારણ.....

હરિયાણાના પ્રખ્યાત ગાયક રાજુ પંજાબીનું મંગળવારે વહેલી સવારે નિધન થયું. તેમની હિસારની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી, ત્યારબાદ સવારે ચાર વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. રાજુ પંજાબી દેશી-દેશી ના બોલ્યા કર ગીતથી સમગ્ર ઉત્તર ભારતમાં પ્રખ્યાત થયો હતો, પરંતુ હવે તેણે આ દુનિયાને અલવિદા કહી દીધું છે. રાજુ પંજાબી 40 વર્ષનો હતો. તેઓ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. રાજુને કમળો થયો હતો, જે બાદ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન તેમની તબિયતમાં સુધારો થતાં તેમને ઘરે મોકલી દેવામાં આવ્યા હતા, પરંતુ ત્યારબાદ અચાનક તબિયત લથડતાં તેમને ફરીથી દાખલ કરવામાં આવ્યા હતા. હરિયાણાના આશાસ્પદ ગાયકના અચાનક મૃત્યુથી પરિવાર અને ચાહકો આઘાતમાં છે. રાજુના પરિવારમાં પત્ની અને ત્રણ પુત્રીઓ છે. રાજુના મૃત્યુના સમાચાર મળતા જ તેના સંબંધીઓ અને ચાહકો હિસાર જવાના છે. આજે તેમના અંતિમ સંસ્કાર હિસારમાં જ કરવામાં આવશે.

Latest Stories