હોલિવૂડ એક્ટર મેથ્યુ પેરીના મોત પર મોટો ખુલાસો, ડોક્ટરે કહ્યું કે તેમનું મોત કેટામાઈનના ઓવરડોઝને કારણે થયું.!

પ્રખ્યાત હોલીવુડ અભિનેતા અને "ફ્રેન્ડ્સ" સ્ટાર મેથ્યુ પેરી ઓક્ટોબરમાં તેના ઘરે બાથટબમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો.

New Update
હોલિવૂડ એક્ટર મેથ્યુ પેરીના મોત પર મોટો ખુલાસો, ડોક્ટરે કહ્યું કે તેમનું મોત કેટામાઈનના ઓવરડોઝને કારણે થયું.!

પ્રખ્યાત હોલીવુડ અભિનેતા અને "ફ્રેન્ડ્સ" સ્ટાર મેથ્યુ પેરી ઓક્ટોબરમાં તેના ઘરે બાથટબમાં મૃત હાલતમાં મળી આવ્યો હતો. જેના કારણે મીડિયાથી લઈને હોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં તેમના મૃત્યુને લઈને અનેક પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી. હવે શુક્રવારે મેથ્યુ પેરીના મૃત્યુ સાથે જોડાયેલ મેડિકલ રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં તેમનું મોત કેટામાઈનનો વધુ પડતો ડોઝ લેવાથી થયો હોવાનું કહેવાય છે.

લોસ એન્જલસ કાઉન્ટી મેડિકલ એક્ઝામિનરની ઓફિસે મૃત્યુના કારણોને ડૂબવું, કોરોનરી ધમની બિમારી અને અકસ્માત તરીકે સૂચિબદ્ધ કર્યા છે. તેમના મૃત્યુની અગાઉની તપાસમાં ઘટનાસ્થળે કોઈ દવાઓ મળી ન હતી, પરંતુ એક સ્ત્રોતે ધ ટાઇમ્સને જણાવ્યું હતું કે ઘરેથી પ્રિસ્ક્રિપ્શન દવાઓ મળી આવી હતી.

Latest Stories