હની સિંહની કારકિર્દી ખતમ?, માનનારાઓ માટે આવી રહ્યું છે હની 3.0

યો યો હની સિંહ ઇઝ બેક. છેલ્લા કેટલાક સમયથી પંજાબી સિંગર અને રેપર હની સિંહ છૂટાછેડાને લઈને ચર્ચામાં હતો.

New Update
હની સિંહની કારકિર્દી ખતમ?, માનનારાઓ માટે આવી રહ્યું છે હની 3.0

યો યો હની સિંહ ઇઝ બેક. છેલ્લા કેટલાક સમયથી પંજાબી સિંગર અને રેપર હની સિંહ છૂટાછેડાને લઈને ચર્ચામાં હતો. હાલમાં જ હની સિંહે તેની પત્ની શાલિની તલવારથી છૂટાછેડા લીધા છે. હની સિંહ અને શાલિની તલવારના છૂટાછેડા ઇન્ડસ્ટ્રીના કેટલાક ખર્ચાળ છૂટાછેડામાંથી એક છે. જેમાં તેણે શાલિનીને એક કરોડ રૂપિયા ચૂકવવા પડ્યા હતા. શાલિનીથી અલગ થયા બાદ હની સિંહે કામ પર ધ્યાન આપવાનું શરૂ કર્યું અને નવા ગીતની જાહેરાત કરી.

આજની તારીખમાં હની સિંહને કોઈ પરિચયની જરૂર નથી. હની સિંહનો અવાજ તેની ઓળખ બની ગયો છે. રેપર જગતનો બાદશાહ હની સિંહ હવે એક નવા ગીત સાથે જોવા જઈ રહ્યો છે. રેપરના નવા ગીતની એક નાની ઝલક એપિક સ્ટારડમ નામની યુટ્યુબ ચેનલ પર શેર કરવામાં આવી છે. હની સિંહના નવા આલ્બમનું નામ હની 3.0 છે.

Latest Stories