ઓસ્કાર એવોર્ડ માટે 'ધ કાશ્મીર ફાઇલ્સ' રેસમાં, ભારતની અન્ય આ ફિલ્મો પણ થઈ નોમિનેટ

2022ની સૌથી લોકપ્રિય ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

New Update
ઓસ્કાર એવોર્ડ માટે 'ધ કાશ્મીર ફાઇલ્સ' રેસમાં, ભારતની અન્ય આ ફિલ્મો પણ થઈ નોમિનેટ

2022ની સૌથી લોકપ્રિય ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' વિશે મોટા સમાચાર સામે આવી રહ્યા છે. વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ઓસ્કાર 2023 માટે શોર્ટલિસ્ટ કરવામાં આવી છે. ભારત તરફથી ઓસ્કારમાં પસંદ કરાયેલી 5 ફિલ્મોમાંથી આ એક છે. ફિલ્મના દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી એ સોશિયલ મીડિયા પર આ સારા સમાચાર શેર કર્યા છે.

વિવેક અગ્નિહોત્રી એ ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ સાથે જોડાયેલા તમામ લોકોનો આભાર માન્યો છે. આટલું જ નહીં, પલ્લવી જોશી, મિથુન ચક્રવર્તી, દર્શન કુમાર અને અનુપમ ખેર, જે ધ કાશ્મીર ફાઇલ્સ ના કલાકારો છે, બધાને શ્રેષ્ઠ અભિનેતા શ્રેણીમાં શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે. દિગ્દર્શક ના મતે, આ માત્ર શરૂઆત છે. હજુ ઘણી લાંબી મજલ કાપવા ની છે. ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ 11 માર્ચ 2022ના રોજ રિલીઝ થઈ હતી. તે એક મલ્ટીસ્ટારર ફિલ્મ હતી. જેમાં મિથુન ચક્રવર્તી, અનુપમ ખેર, દર્શન કુમાર, પલ્લવી જોશી મહત્વના રોલમાં હતા. વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત આ ફિલ્મને લઈને ઘણો વિવાદ થયો હતો. રાજકારણીઓએ પણ કાશ્મીર ફાઇલ ફિલ્મ નિશાન બનાવી હતી. તેને પ્રોપેગન્ડા ફિલ્મનું ટેગ મળ્યું. કાશ્મીર ફાઇલ્સ 1990માં કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર ની વાર્તા દર્શાવે છે.જોકે આ ફિલ્મે ઘણો વિવાદ ઉભો કર્યો હતો, પરંતુ તેણે બોક્સ ઓફિસ પર તહેલકો મચાવ્યો હતો. ઓછા બજેટની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ બોક્સ ઓફિસ પર ઘણી કમાણી કરી હતી. તેણે ભારતમાં 252 કરોડની કમાણી કરી હતી

Latest Stories