મેનેજરે જ કરી સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના સાથે 80 લાખની છેતરપિંડી..!

સાઉથ એકટ્રેસ રશ્મિકા મંદાના ટૂંક સમયમાં રણબીર કપૂર સાથે ફિલ્મ 'એનિમલ'માં જોવા મળશે. આ દરમિયાન હાલમાં જ સમાચાર આવ્યા છે

New Update
મેનેજરે જ કરી સાઉથ એક્ટ્રેસ રશ્મિકા મંદાના સાથે 80 લાખની છેતરપિંડી..!

સાઉથ એકટ્રેસ રશ્મિકા મંદાના ટૂંક સમયમાં રણબીર કપૂર સાથે ફિલ્મ 'એનિમલ'માં જોવા મળશે. આ દરમિયાન હાલમાં જ સમાચાર આવ્યા છે કે રશ્મિકા સાથે 80 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. તેમની સાથે છેતરપિંડી કરનાર વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ તેમનો પોતાનો મેનેજર જ છે. રશ્મિકાને આ છેતરપિંડીની જાણ થતાં જ મેનેજરને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. જો કે આ સમાચાર પર હજુ સુધી રશ્મિકાની તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. 'હિન્દુસ્તાન ટાઈમ્સ'ના રિપોર્ટ મુજબ, મેનેજરે કથિત રીતે રશ્મિકા સાથે 80 લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ જાણીને રશ્મિકાને ખૂબ જ ગુસ્સો આવ્યો અને તરત જ મેનેજરને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. મળતી માહિતી મુજબ, મેનેજર લાંબા સમયથી રશ્મિકા મંદાના સાથે સંકળાયેલો હતો અને એક્ટ્રેસની જાણ બહાર ધીમે-ધીમે પૈસાની ચોરી કરતો હતો. મીડિયા સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું હતું કે, રશ્મિકા આ વાતને લંબાવવા માગતી નથી, તેથી તેમણે આ વિશે વાત કરી નહીં.

Latest Stories