/connect-gujarat/media/media_files/2024/11/04/pDMCED5pu2QAOeCRGBb3.jpg)
કન્નડ ફિલ્મમેકર ગુરુપ્રસાદનું નિધન થયું છે. પોલીસને તેના બેંગલુરુવાળા એપાર્ટમેન્ટમાંથી સડી ગયેલી હાલતમાં લાશ મળી છે.
અહેવાલો અનુસાર, ગુરુપ્રસાદે થોડા દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી હતી. તે આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો હતો.એશિયાનેટ ન્યૂઝના અહેવાલ મુજબ, પડોશીઓને ગુરુપ્રસાદના ઘરમાંથી ગંધ આવી રહી હતી. આ પછી તેઓએ પોલીસને આ બાબતે જાણ કરી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસને ગુરુપ્રસાદ સીલિંગ ફેન સાથે લટકતો જોવા મળ્યો હતો. જેના પરથી જાણી શકાય છે કે તેને થોડા દિવસ પહેલા આત્મહત્યા કરી લીધી હતી.
પોલીસે કેસ નોંધ્યો છે અને ડાયરેક્ટરના મૃત્યુનું ચોક્કસ કારણ શોધવા માટે તપાસ કરી રહી છે. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું છે કે ફિલ્મમેકર પર ઘણું દેવું હતું. લેણદારો તેમના પર દબાણ કરી રહ્યા હતા. તેની સામે કોર્ટમાં ઘણા પણ કેસ પેન્ડિંગ છે. તાજેતરની તેની ફિલ્મ 'રંગનાયકા' ફ્લોપ થઈ, જેના કારણે તે ડિપ્રેશનમાં ગયો. આ બધાથી કંટાળીને ગુરુપ્રસાદે પોતાનું જીવન ટૂંકાવ્યું. ગુરુપ્રસાદે વર્ષ 2006માં ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું