જેહના જન્મદિવસ પર મસ્તીભરી પાર્ટી કરતા જોવા મળ્યા સૈફ-કરીના..!

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર અને સૈફ અલી ખાનના નાના પુત્ર જેહ અલી ખાને તેનો બીજો જન્મદિવસ ઉજવ્યો હતો.

New Update
જેહના જન્મદિવસ પર મસ્તીભરી પાર્ટી કરતા જોવા મળ્યા સૈફ-કરીના..!

બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર અને સૈફ અલી ખાનના નાના પુત્ર જેહ અલી ખાને તેનો બીજો જન્મદિવસ ઉજવ્યો હતો. જ્યાં એક તરફ તમામ સેલેબ્સે જેહની સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી અને તેને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. તો બીજી તરફ કરીના અને સૈફે ઘરે પુત્રના જન્મદિવસની પાર્ટી કરી હતી. હવે સોશિયલ મીડિયા પર સૈફની બહેન સબા અને સોહાએ જેહની બર્થડે પાર્ટીની કેટલીક તસવીરો શેર કરી છે.

સૈફની બહેન સબાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં જેહની બર્થડે પાર્ટીની કેટલીક તસવીરો છે. પ્રથમ તસવીરમાં પટૌડી ભાઈ-બહેન સૈફ, સોહા અને સબા એકસાથે ફુગ્ગાઓ અને જન્મદિવસની સજાવટ સાથે પોઝ આપતા જોવા મળ્યા હતા. જ્યારે આગળની તસવીરમાં કરીના તેના પુત્ર જેહનો હાથ પકડીને જોઈ શકાય છે. બીજી તસવીરમાં સૈફ, કરીના, તૈમૂર અને જેહ કેક પાસે પોઝ આપી રહ્યા છે.

પાર્ટીમાં કરીના કપૂર સફેદ રંગની ઓવરસાઈઝ ટી-શર્ટ પહેરેલી જોવા મળી હતી, જ્યારે સૈફે સફેદ પેન્ટ સાથે ગુલાબી અને સફેદ પટ્ટાવાળી શર્ટ પહેરી હતી. જ્યારે તૈમૂર બ્લેક ટી-શર્ટ અને વ્હાઇટ પેન્ટમાં જોવા મળ્યો હતો અને જેહ સ્કાય બ્લૂ ટી-શર્ટમાં ક્યૂટ લાગતો હતો. કરિશ્મા કપૂર પણ પાર્ટીમાં કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી.

Read the Next Article

દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણના જન્મદિને બેડમિન્ટન સ્કૂલ અર્પણ કરી

દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણને તેમના 70મા જન્મદિને એક બેડમિન્ટન સ્કૂલ ડેડિકેટ કરી છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર જાતે આ ખુશીની ક્ષણ શેર કરી હતી.

New Update
f

દીપિકાએ પિતા પ્રકાશ પદુકોણને તેમના 70મા જન્મદિને એક બેડમિન્ટન સ્કૂલ ડેડિકેટ કરી છે. દીપિકાએ સોશિયલ મીડિયા પર જાતે આ ખુશીની ક્ષણ શેર કરી હતી.

દીપિકાના પિતા  પ્રકાશ પદુકોણ બેડમિન્ટન લિજન્ડ ગણાય છે. વાસ્તવમાં દીપિકાની પહેલી ઓળખ જ પ્રકાશ પદુકોણની પુત્રી તરીકેની છે. દીપિકાએ પિતા સાથે મળીને આ સ્કૂલ લોન્ચ કરી છે. પ્રકાશ પદુકોણ જ અહીં  બેડમિન્ટનની તાલીમ આપવાના છે. 

દીપિકાએ આ ક્ષણે ગર્વ સાથે જણાવ્યું હતું કે જે લોકો  બેડમિન્ટન રમીને મોટા થયા છે તેમને જ ખબર છે કે આ રમત કેટલી ખાસ છે. મારો પોતાનો પણ  અંગત અનુભવ  છે કે આ રમતે મારી જિંદગીનું ખાસ રીતે ઘડતર કર્યું છે. 

મારા પિતા આ વયે પણ પોતાનો મોટાભાગનો સમય બેડમિન્ટનમાં જ પસાર કરે છે. અમે ઈચ્છીએ છીએ આ રમત થકી કેળવાતી શિસ્ત અને ફિટનેસનો લાભ અન્ય લોકોને પણ મળે. 

દીપિકા અત્યારે કારકિર્દીમાં જુદાં કારણોસર ચર્ચામાં છે. તેણે હાલમાં જ સંદિપ રેડ્ડી વાંગાની ફિલ્મ 'સ્પિરિટ' કામના કલાકો બાબતે છોડી દીધી છે. મર્યાદિત સમય માટે જ કામ કરવાની દીપિકાની પહેલને ઈન્ડસ્ટ્રીના અનેક લોકોએ ટેકો આપ્યો છે.