શનિ દેઓલનો પુત્ર કરણ દેઓલ અને દ્રિશા આચાર્ય આજે લગ્નગ્રંથિમાં જોડાયા, ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓ સામેલ

સની દેઓલનો પુત્ર કરણ દેઓલ આજે તેની ગર્લફ્રેન્ડ દ્રિષા આચાર્ય સાથે લગ્ન કરી રહ્યો છે. લગ્નની ઉજવણી શરૂ થઈ ગઈ છે.

New Update
શનિ દેઓલનો પુત્ર કરણ દેઓલ અને દ્રિશા આચાર્ય આજે લગ્નગ્રંથિમાં જોડાયા, ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓ સામેલ

સની દેઓલનો પુત્ર કરણ દેઓલ આજે તેની ગર્લફ્રેન્ડ દ્રિષા આચાર્ય સાથે લગ્ન કરી રહ્યો છે. લગ્નની ઉજવણી શરૂ થઈ ગઈ છે. વરઘોડાના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર સામે આવી રહ્યા છે. સુપરસ્ટાર ધર્મેન્દ્ર, અભિનેતા સની દેઓલ અને બોબી દેઓલ વીડિયોમાં સાથે દેખાયા હતા. આ દરમિયાન ધર્મેન્દ્રએ તેમના પૌત્રના લગ્નમાં પણ ડાન્સ કર્યો હતો. કરણ ઘોડી પર સવાર થઈને લગ્ન સ્થળે પહોંચ્યો. આ દરમિયાન, કરણ ક્રીમ શેરવાની અને મેચિંગ પાઘડીમાં સુંદર દેખાય છે. તમને જણાવી દઈએ કે, આ લગ્નમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓ સામેલ થશે. પુત્રના લગ્નમાં સની દેઓલ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યો હતો. તેણે સફેદ અને હળવા લીલા રંગની કોમ્બિનેશન શેરવાની પહેરી છે, જેની સાથે તેણે લાલ પાઘડી પણ બાંધી છે. જ્યારે કાકા બોબી દેઓલ સફેદ શેરવાનીમાં હેન્ડસમ લાગી રહ્યા છે. કરણ દેઓલની દુલ્હન દ્રિશા આચાર્યની પહેલી તસવીર સામે આવી છે. લાલ ડ્રેસમાં દુલ્હનના રૂપમાં સજ્જ દ્રિશાદ્રિશા ખૂબ જ સુંદર લાગી રહી છે. લગ્નની વાયરલ તસવીરમાં દ્રિશા અને કરણ મંડપ પર બેઠેલા જોવા મળે છે.

Latest Stories