હૃતિક રોશન સાથે સુઝેન ખાન અને અર્સલાન ગોની ડિનર કરવા પહોંચ્યો..!

ભૂતપૂર્વ યુગલ હૃતિક રોશન અને સુઝેન ખાન ભલે અલગ થઈ ગયા હોય, પરંતુ તેઓ હજુ પણ સારા મિત્રો છે.

New Update
હૃતિક રોશન સાથે સુઝેન ખાન અને અર્સલાન ગોની ડિનર કરવા પહોંચ્યો..!

ભૂતપૂર્વ યુગલ હૃતિક રોશન અને સુઝેન ખાન ભલે અલગ થઈ ગયા હોય, પરંતુ તેઓ હજુ પણ સારા મિત્રો છે. જ્યારથી તેઓ અલગ થયા છે ત્યારથી, બંને તેમના પુત્રો હ્રીહાન અને હૃધાનની એકસાથે સંભાળ રાખી રહ્યા છે. દરમિયાન શનિવારે, હૃતિક અને સુઝેન તેમના બે બાળકો, અર્સલાન ગોની, ઝાયેદ ખાન અને અન્ય પરિવારના સભ્યો સાથે મુંબઈની એક રેસ્ટોરન્ટમાં સાથે ડિનર કરતા જોવા મળ્યા હતા.

તમને જણાવી દઈએ કે વર્ષોના અલગ થયા બાદ હૃતિક અને સુઝેનના જીવનમાં એક નવો પાર્ટનર આવ્યો છે. જ્યાં અભિનેતા સબા આઝાદને ડેટ કરી રહ્યો છે. જ્યારે, સુઝાનને અર્સલાન ગોની સાથે તેની મેચ મળી છે. બંને કપલ ઘણીવાર પોતાના પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતા જોવા મળે છે. હૃતિક હંમેશા સોશિયલ મીડિયા પર પણ સબા સાથેના ફોટા શેર કરતો રહે છે.

Latest Stories