Connect Gujarat
મનોરંજન 

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' વિવાદ:મુંબઈ પોલીસે અસિત મોદી સહિત ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લાં 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. સોશિયલ મીડિયા પર આ શોનું જોરદાર ફેન ફોલોઇંગ છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વિવાદ:મુંબઈ પોલીસે અસિત મોદી સહિત ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધી
X

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લાં 15 વર્ષથી દર્શકોનું મનોરંજન કરે છે. સોશિયલ મીડિયા પર આ શોનું જોરદાર ફેન ફોલોઇંગ છે.પરંતુ છેલ્લા થોડા સમયથી આ કોમેડી સિરિયલ એક પછી એક વિવાદમાં સપડાઈ રહી છે. હવે આ શો વિશે ગંભીર સમાચાર આવ્યા છે કે, શોમાં ‘રોશન સિંહ સોઢી’ની પત્નીની ભૂમિકા નિભાવનાર ‘રોશનભાભી એટલે કે મિસિસ સોઢી’ ઉર્ફે જેનિફર મિસ્ત્રીએ અસિત મોદી પર જાતીય સતામણીના ગંભીર આરોપો પણ લગાવ્યા હતા.અભિનેત્રીએ અસિત મોદી તેમજ તારક મહેતાના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર જતિન બજાજ અને ઓપરેશન્સ હેડ સોહેલ રમણી સામે ફરિયાદ નોંધાવી હતી અને હવે પોલીસે કેસ નોંધ્યો છે.મુંબઈ પોલીસે એસિત મોદી, સોહેલ રમણી અને જતિન બજાજ વિરુદ્ધ આઈપીસીની કલમ 354 અને 509 હેઠળ કેસ નોંધ્યો છે. આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી.

Next Story