Connect Gujarat
મનોરંજન 

કપડા સિલાઈ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા કોમેડી કિંગ Rajpal Yadav નો છે આજે જન્મદિવસ

બોલિવૂડ ફિલ્મોમાં પોતાની શાનદાર કોમેડીથી લોકોને હસાવનાર રાજપાલ યાદવનો આજે જન્મદિવસ છે.

કપડા સિલાઈ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા કોમેડી કિંગ Rajpal Yadav નો છે આજે જન્મદિવસ
X

બોલિવૂડ ફિલ્મોમાં પોતાની શાનદાર કોમેડીથી લોકોને હસાવનાર રાજપાલ યાદવનો આજે જન્મદિવસ છે. રાજપાલ યાદવનો જન્મ 16 માર્ચ 1971ના રોજ યુપીના શાહજહાંપુરના એક નાના ગામમાં થયો હતો. રાજપાલ યાદવનું બાળપણ આર્થિક તંગીમાં વીત્યું હતું. હાલત એટલી ખરાબ હતી કે પરિવાર પાસે પાક્કું ઘર પણ ન હતુ. તેનો પરિવાર ખૂબ જ ગરીબ હતો.

પિતાને એવો જુસ્સો હતો કે રાજપાલ યાદવ ભણે, પણ રાજપાલને કોમેડી જોવાનો અને કરવાનો શોખ હતો. જ્યારે પણ તેને તક મળતી ત્યારે તે નાટક અને શેરી નાટકો જોવા ગામડે જતો હતો. પરિવારની હાલત જોઈને રાજપાલ યાદવે પિતા સાથે કપડા સીવવાનું શરૂ કર્યું. પરંતુ રાજપાલના મનમાં એક્ટિંગનો કિડો હતો અને તેણે ફિલ્મોમાં કામ કરવાનું નક્કી કર્યું. તેઓએ ફિલ્મો પહેલા ટીવી સિરિયલોમાં કામ કર્યું હતું. રાજપાલ યાદવ ફિલ્મોમાં વિલન બનવા માંગતો હતો, પરંતુ તેની શાનદાર કોમિક ટાઈમિંગે તેને કોમેડી હીરો બનાવી દીધો. રાજપાલ યાદવે ‘પ્યાર તુને ક્યા કિયા’, ‘ચાંદની બાર’, ‘કંપની’ અને ‘હાસિલ’ જેવી ફિલ્મોમાં શાનદાર અભિનય કર્યો હતો. આ પછી તેણે ‘ચુપ ચુપકે’ ‘ભૂલ ભુલૈયા’ અને તાજેતરમાં કાર્તિક આર્યનની ફિલ્મ ‘ભૂલ ભુલૈયા 2’માં છોટા પંડિતની ભૂમિકા ભજવી હતી.

Next Story