New Update
/connect-gujarat/media/media_files/2024/12/03/IzftA6NgTQ8i3ufNMwzC.jpeg)
નાના પાટેકરની ફિલ્મ 'વનવાસ'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ફિલ્મમાં અનિલ શર્માનો પુત્ર અને 'ગદર 2'માં ચરણજીિતની ભૂમિકા ભજવનાર એક્ટર ઉત્કર્ષ શર્મા મુખ્ય ભૂમિકામાં છે. ટ્રેલરની શરૂઆત તેના એક વોઇસઓવરથી થાય છે.ફિલ્મ 'વનવાસ' અનિલ શર્મા દ્વારા લખવામાં અને ડિરેક્ટ કરવામાં આવી છે. તેઓ આ ફિલ્મનું નિર્માણ પણ કરી રહ્યા છે. આમાં નાના પાટેકરની સાથે તેમનો પુત્ર ઉત્કર્ષ શર્મા મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.
નાનાની એક્ટિંગ સારી છે, ઉત્કર્ષ પણ તેના પાત્રમાં સારો લાગી રહ્યો છે. તે બનારસના એક છોકરાની ભૂમિકામાં છે, જે દરેક સમસ્યાનો ઉકેલ શોધે છે. ફિલ્મ 'વનવાસ'માં ઉત્કર્ષનો લુક સંપૂર્ણપણે દેશી બતાવવામાં આવ્યો છે.અનિલ શર્માએ 'ગદર એક પ્રેમકથા', 'ધ હીરો લવસ્ટોરી ઓફ અ સ્પાય' અને 'ગદર 2' જેવી બ્લોકબસ્ટર ફિલ્મોનું ડિરેક્શન કર્યું હતું. તેમની અગાઉની રિલીઝ 'ગદર 2' હતી, જે બોક્સ ઓફિસ પર બ્લોકબસ્ટર સાબિત થઈ હતી. હવે અનિલ શર્મા દ્વારા લખાયેલી નિર્મિત અને દિગ્દર્શિત 'વનવાસ' 20 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.