Connect Gujarat
મનોરંજન 

ટીવી એક્ટ્રેસ માહી વિજ અને શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાનો કોરોના પોઝિટિવ

વર્ષ 2020માં શરૂ થયેલો કોરોનાએ ફરી એકવાર દેશભરમાં પગ પેસારો કર્યો છે. માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં ઘણા કોરોનાના કેસ સામે આવ્યા છે.

ટીવી એક્ટ્રેસ માહી વિજ અને શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાનો કોરોના પોઝિટિવ
X

વર્ષ 2020માં શરૂ થયેલો કોરોનાએ ફરી એકવાર દેશભરમાં પગ પેસારો કર્યો છે. માર્ચ મહિનામાં અત્યાર સુધીમાં ઘણા કોરોનાના કેસ સામે આવ્યા છે. આ વાઇરસ હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પણ પહોંચી ગયો છે. થોડા દિવસ પહેલાં એક્ટ્રેસ કિરણ ખેર અને પૂજા ભટ્ટ કોરોનાની ઝપેટે આવી ગયા હતા. તો હવે સમાચાર આવ્યા છે કે, ટીવી એક્ટ્રેસ માહી વિજ અને શિલ્પા શેટ્ટીના પતિ રાજ કુંદ્રાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એક્ટ્રેસે ખુદ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. માહીએ વીડિયો શેર કરીને કહ્યું કે, રિઝલ્ટ આવ્યાને ચાર દિવસ થયા છે કે હું કોવિડ પોઝિટિવ છું. મને તાવ અને અન્ય લક્ષણો આવતાં જ મેં ટેસ્ટ કરાવ્યો હતો. બધાએ મને કહ્યું કે કોરોના ટેસ્ટ ન કરાવો તે ફ્લૂ છે, હવામાન બદલાઈ રહ્યું છે, પરંતુ હું ફક્ત સલામત રહેવા માગતી હતી કારણ કે ઘરમાં બાળકો છે. તેથી મેં ટેસ્ટ કરાવ્યો અને મારો કોવિડ રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

Next Story