/connect-gujarat/media/post_banners/bd42bd1209668bebfed47c66ecf1e3a2d0c79d8f25c95cc9be0f6b94948fb685.webp)
ફિલ્મ 'ધ કેરલ સ્ટોરી'નું રૂવાડા ઉભુ કરી દે તેવું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ સ્ટોરી છે એ યુવતીઓની જે બનવા તો નર્સ માંગે છે પરંતુ ISISની આતંકવાદી બની ગઈ. તેમનું ધર્મ પરિવર્તન કરવામાં આવ્યું. કેરલાની હિંદુ અને ક્રિશ્ચિન યુવતીઓને લવ જીહાદના ટ્રેપમાં ફસાવીને મુસ્લિમ બનાવવામાં આવ્યા.5 મે 2023એ રિલીઝ થઈ રહેલી ફિલ્મને સુદીપ્તો સેનને બનાવી છે.
વિપુલ અમૃતલાલ શાહ તેમના પ્રોડ્યુસર અને ક્રિએટિવ ડાયરેક્ટર છે. અદા શર્મા, યોગિતા બિહાની, સોનિયા બાની, સિદ્ધી ઈદનાની લીડ રોલમાં છે. ફિલ્મ હિંદી, તમિલ, તેલુગૂ, મલયાલમ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. ધ કેરલ સ્ટોરીના ટ્રેલરમાં અદા શર્માની દમદાર એક્ટિંગ જોવા મળી છે. ફિલ્મમાં તે શાલિની ઉન્નીકૃષ્ણનના રોલમાં જોવા મળશે. હિંદુ પરિવારમાંથી આવતી શાલિની હવે ફાતિમા બની ચુકી છે. ટ્રેલરની શરૂઆતમાં શાલિની પાસે ISIS જોઈન કરાવવા સાથે જોડાયેલા સવાલ કરવામાં આવી રહ્યા છે. તે ઓફિસસર્સને કહે છે- મેં ક્યારે ISIS જોઈન કર્યું તેનાથી વધારે જરૂરી છે એ જાણવું કે કેમ અને કઈ રીતે મેં ISIS જોઈન કર્યું.