શું યશની KGF 2 1000 કરોડનો આંકડો પાર કરી શકશે? 13માં દિવસે કર્યો આટલા કરોડનો બિઝનેસ

કન્નડ સુપરસ્ટાર યશની ફિલ્મ 'KGF: ચેપ્ટર 2'ના હિન્દી વર્ઝને 13 દિવસમાં કુલ 336.12 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. બોક્સ ઓફિસના રિપોર્ટ અનુસાર, વીકએન્ડ પર ઉછાળો જોયા બાદ હવે પ્રશાંત નીલની ફિલ્મનું કલેક્શન ઘટીને 10 કરોડ રૂપિયા પર આવી ગયું છે. એક તરફ, ફિલ્મે શનિવાર અને રવિવારે અનુક્રમે 18.25 અને 22.68 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. સોમવાર અને મંગળવારે ફિલ્મે કુલ 15 કરોડનું કલેક્શન કર્યું છે. જો વિશ્વવ્યાપી કલેક્શનની વાત કરીએ તો કેજીએફ ચેપ્ટર 2એ 900 કરોડ રૂપિયાનો આંકડો પાર કરી લીધો છે.
હવે આ ફિલ્મ 1000 કરોડનો આંકડો સ્પર્શવા માટે તૈયાર છે. 100 કરોડના બજેટમાં બનેલી આ ફિલ્મ માટે ખરેખર આ એક મોટી ઉપલબ્ધિ છે. જો 13માં દિવસે ફિલ્મ (હિન્દી)ના કલેક્શનની વાત કરીએ તો ફિલ્મે તેના બીજા મંગળવારે 7.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. શાહિદ કપૂરની ફિલ્મ 'જર્સી' કેજીએફની રિલીઝ પછી થિયેટરોમાં આવી. જો કે, શાહિદ કપૂરની રિમેક યશની ફિલ્મની સામે બહુ કમાલ બતાવી શકી નથી. ત્રીજા અઠવાડિયે, આ ફિલ્મ અજય દેવગણ, અમિતાભ બચ્ચન અને રકુલ પ્રીત અભિનીત 'રનવે 34' અને ટાઈગર શ્રોફ અને તારા સુતારિયા અભિનીત 'હીરોપંતી 2' સાથે સ્પર્ધા કરશે.
દિવસ 1 -પહેલો ગુરુવાર રૂ. 53.95 કરોડ
દિવસ 2 -પહેલો શુક્રવાર રૂ. 46.79 કરોડ
દિવસ 3 -પહેલો શનિવાર રૂ. 42.9 કરોડ
દિવસ 4 -પહેલો રવિવાર રૂ. 50.35 કરોડ
દિવસ 5 -પહેલો સોમવાર રૂ. 25.57 કરોડ
દિવસ 6 -પહેલો મંગળવાર રૂ. 19.14 કરોડ
દિવસ 7 -પહેલો બુધવાર રૂ. 16.35 કરોડ
દિવસ 8 -બીજો ગુરુવાર રૂ.13.58 કરોડ
9મો દિવસ -બીજો શુક્રવાર રૂ.11.56 કરોડ
દિવસ 10 -બીજો શનિવાર રૂ. 18.25 કરોડ
દિવસ 11 -બીજો રવિવાર રૂ. 22.68 કરોડ
દિવસ 12 -બીજો સોમવાર રૂ. 7.50 કરોડ
દિવસ 13 -બીજો મંગળવાર રૂ. 7.50 કરોડ