સાબરકાંઠા : બાળકોમાં સંસ્કારનું સિંચન કરવા હેતુ હિંમતનગર ખાતે સમર યોગ કેમ્પ યોજાયો...

બાળકોને રોજ અલગ અલગ પૌષ્ટિક આહાર અને દૂધ, લસ્સી, સરબત, બોર્નવિટા જેવા પીણાં પણ આપવામાં આવે છે.

New Update
સાબરકાંઠા : બાળકોમાં સંસ્કારનું સિંચન કરવા હેતુ હિંમતનગર ખાતે સમર યોગ કેમ્પ યોજાયો...
Advertisment

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ-ગાંધીનગર દ્વારા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના સ્વામિનારાયણ મંદિર ખાતે 7થી 15 વર્ષના બાળકો માટે નિઃશુલ્ક યોગ અને સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાત રાજ્યમાં સમર યોગ કેમ્પનું આયોજન તા. 20 મેથી 29 મે સુધી કરવામાં આવ્યું છે, ત્યારે સાબરકાંઠાના હિંમતનગર ખાતે ઉર્વશિ મિસ્ત્રી, રવિ પંચાલ, ભાવેશ પ્રજાપતિ અને માધુરીબેન દ્વારા સમર યોગ કેમ્પમાં બાળકોને વિવિધ પ્રકારની યોગની તાલીમ અને સંસ્કારનું સિંચન કરવામાં આવી રહ્યું છે.

Advertisment

બાળકોને રોજ અલગ અલગ પૌષ્ટિક આહાર અને દૂધ, લસ્સી, સરબત, બોર્નવિટા જેવા પીણાં પણ આપવામાં આવે છે. સમર યોગ કેમ્પમાં ઝોન કો-ઓર્ડીનેટર જયેન્દ્ર મકવાણા અને જિલ્લા કોર્ડીનેટર અમી પટેલ કેમ્પની મુલાકાત લેવામાં આવી હતી.

Latest Stories