/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/07172617/Suicide-Poison-.jpg)
કોરોનાની મહામારી વચ્ચે દ્વારકામાં સામુહિક આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. વડોદરાના સોની પરિવાર બાદ હવે વધુ એક સામુહિક આપઘાતના બનાવે લોકોને વિચારતા કરી નાખ્યા છે.
પોલીસે આપેલી માહિતિ મુજબ યાત્રાધામ દ્વારકાના ટીવી સ્ટેશન પાસે આવેલ રૂક્ષ્મણી નગરમાં ભાડાના મકાનમાં રહેતા જયેશ જૈન ફરસાણના વ્યવસાય સાથે સંકળાયેલા હતા અને તેઓને બે ત્રણ દિવસ પૂર્વે કોરોનાનું સંક્રમણ લાગ્યું હતું જેથી કોવિડની સારવાર ચાલી રહી હતી. પરંતુ ગઈ કાલે મોડી રાત્રે જયેશભાઇનું અવસાન થતાં પરિવાર પર જાણે આભ તૂટી પડ્યો હોય તેવાંમાં જયેશભાઇના પત્ની અને બે પુત્રોને આઘાત લાગ્યો હતો અને પરિવાર જનો એ હવે અમારું કોણ અને શું કરીશું તેવું વિચારી પરિવાર ભાંગી પડ્યો હતો અને રાત્રે ઘરે જઈ વહેલી સવારે જ્યારે દૂધ વાળો ઘરે પહોંચ્યો ત્યારે કોઈ આવ્યું ન હતું તેવામાં આસપાસ ના લોકો એ જોતાં તમામ ઘરના લોકો એ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું અને પોલીસ ને જાણ કરી હતી ત્યારે સામુહિક આત્મહત્યા કરી હોવાથી દ્વારકા પીઆઇ પી બી ગઢવી અને દ્વારકા મામલતદાર ઘટના સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી અને જયેશભાઇ જૈન ના પત્ની સાધના બેન જૈન , મોટો પુત્ર કમલેશ જૈન અને નાનો પુત્ર દુર્ગેશ જૈન નો મૃતદેહ ઘરમાં પડેલ જોવા મળ્યો હતો અને પાસેજ એક ગ્લાસમાં જંતુનાશક દવા થી ભરેલ હતો અને તેનું સેવન કર્યું હોવાની પ્રાથમિક વિગત સામે આવી હતી.
જ્યારે દ્વારકા પોલીસ દ્વારા મૃતદેહ ને દ્વારકા સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે અને વધુ તપાસ શરૂ કરી હતી દ્વારકા ના જૈન પરિવાર દ્વારા સામુહિક આપઘાત થી સમગ્ર જિલ્લામાં અરેરાટી વ્યાપી હતી અને પોલીસ તપાસ માં હજુ સુધી કોઈ સુસાઈડ નોટ કે અન્ય વાંધાજનક કાઈ મળ્યું નથી સાથેજ પ્રાથમિક તપાસ માં પરિવાર ના મોભી નું કોરોના ની સારવાર દરમિયાન અવસાન થતાં પરિવારના સભ્યો ભાંગી પડ્યા અને આત્મહત્યા કરી હોવાનું દ્વારકા પીઆઇ એ જણાવ્યું હતું.