Connect Gujarat
ફેશન

ત્વચાને તરોતાજા રાખવા માટે ફેસ પર કરો આઈસ પેક મસાજ, થશે ગજબના ફાયદા....

મોટા ભાગની સ્ત્રીઓ તેના ચહેરાને તરોતાજા રાખવા માટે આઈસ ક્યુબથી તેને ચહેરો સાફ કરતી હોય છે.

ત્વચાને તરોતાજા રાખવા માટે ફેસ પર કરો આઈસ પેક મસાજ, થશે ગજબના ફાયદા....
X

મોટા ભાગની સ્ત્રીઓ તેના ચહેરાને તરોતાજા રાખવા માટે આઈસ ક્યુબથી તેને ચહેરો સાફ કરતી હોય છે. ચહેરા પર આઈસ ક્યુબ રાખીને ધીમે ધીમે ફેસ પર હળવા હાથે મસાજ પણ કરતી હોય છે. લોકો બરફના ટુકડાનો ઉપયોગ અલગ અલગ રીતે કરે છે. બરફને ચહેરા પર ઘસવાથી સ્કિનને અનેક ફાયદા થાય છે.

સ્કીન પર જો પોર્સ ખુલ્લી ગયા હોય તો આઈસ ક્યુબનું મસાજ કરવાથી પોર્સ પેક થઈ જાય છે. આ સિવાય બ્લેક હેડ્સ, ખીલ, પિંપલ્સ, અને ડાઘની સારવાર પણ આઇસિંગ વડે ખૂબ જ અસરકારક રીતે કરી શકાય છે.

તમારા ચહેરાને સ્ક્ર્બિંગ અને સાફ કર્યા પછી પિંપલ પર બરફ લગાવો જ્યાં સુધી તે સુન્ન ન થઈ જાય. જેનાથી પોર્સ ખુલ્લા નહીં રહે પેક થઈ જશે અને તેમાં ગંદકી જમા નહીં થાય અને ખીલની સમસ્યા પણ ઓછી થઈ જશે.

ત્વચાને ટાઈટ કરવા માટે કરચલીઓ અને ફાઇન લાઇન્સ ઓછી કરવા માટે પણ તમે બરફનો મસાજ કરી શકો છો. બરફની ઠંડક તમારી ત્વચાને યંગ અને ટાઈટ બનાવે છે.

જ્યારે તમે તમારા ચહેરા પર નિયમિત બરફ લગાવો છો ત્યારે તમે રક્તવાહીનીઓને સંકૂચિત કરો છો. જેનાથી સોજો ઓછો થાય છે. આથી જ આંખોની નીચે સોજો ઘટાડવામાં મદદ મળે છે.

તમારા ચહેરાને સ્ક્ર્બ કરવા માટે તમે દૂધના બરફના ટુકડાનો ઉપયોગ આકરી શકો છો. દૂધમાં રહેલું લેકટીક એસિડ મૃત ત્વચાના કોષોને દૂર કરવામાં મદદ કરે છે. આથી જ સ્કીન પર ગ્લો આવે છે.

Next Story