Connect Gujarat
ફેશન

ફેશનના ચક્કરમાં હાઈ હીલ્સ પહેરવાના શોખ છે? જાણી લો તેના મોટા નુકશાન

કેટલીક છોકરીઓ ફેશન અને હાઈટ ઓછી થવાના કારણે હાઈ હીલ્સનો પ્રયોગ કરે છે આ ફુટવિયર તેમને સ્ટાઈલિશ લુક તો આપે છે

ફેશનના ચક્કરમાં હાઈ હીલ્સ પહેરવાના શોખ છે? જાણી લો તેના મોટા નુકશાન
X

કેટલીક છોકરીઓ ફેશન અને હાઈટ ઓછી થવાના કારણે હાઈ હીલ્સનો પ્રયોગ કરે છે આ ફુટવિયર તેમને સ્ટાઈલિશ લુક તો આપે છે પણ આ કેટલા પણ માર્ડન લાગે આ તમારા આરોગ્ય માટે કદાચ પણ સારુ નથી કારણકે તેનાથી બૉડી પૉજીશનમાં ફેરફાર આવી જાય છે જેનાથી પરેશાનીઓ વધે છે.

હાઈ હીલ્સ પહેરવાના નુકશાન

પગમાં દુખાવો

સામાન્ય રીતે મહિલાઓ પાર્ટીમાં આ પ્રકારના ફુટવિયર પહેરીને જાય છે જેના કારણે લાંબા સમયથી પહેરવાથી પગમાં દુખાવાની પરેશાની થાય છે આ ફુટવિયર પગના મસલ્સમાં ખેંચાણ ઉભો કરે છે. આ હીપ્સ અને ઘૂંટણમાં પણ પ્રેશરને વધારે છે.

ફેકચરનો ખતરો

લાંબા સમયથી હાઈ હીલ્સ પહેરવાથી કમરના હાડકાઓ નબળા થઈ જશે . પગ અને હીપ્સના હાડકાઓ પર એક્સ્ટ્રા પ્રેશર પડવાના કારણે આ તૂટી પણ શકે છે. તેથી એવા ફુટવિયરને અઓવાઈડ કરવું.

ઘૂંટણમાં દુખાવો

જે લોકો રેગુલર આ હીલ્સ પહેરે છે તેમણે ઘૂંટણના દુખાવાનો સામનો કરવો પડે છે.

બોડી પાશ્ચર પર અસર

હીલ્સના કારણે શરીરના ભાર યોગ્ય રીતે વહેચાતુ નથી પછી તમારિ બૉડી પાશ્ચર બગડી શકે છે.

Next Story