Connect Gujarat
ફેશન

શરીરના અમુક ભાગની સ્કિન કાળી પડી ગઈ હોય તો ઘરે જ સ્કિનને ફેર અને ગ્લોઈંગ બનાવી શકો છો

શરીરના અમુક ભાગની સ્કિન કાળી પડી ગઈ હોય તો ઘરે જ સ્કિનને ફેર અને ગ્લોઈંગ બનાવી શકો છો
X

ઘણાં લોકોને શરીરના અમુક ભાગો કાળા થઈ જતાં હોય છે. તેની પાછળ અનેક કારણો રહેલાં હોય છે. પરંતુ જો તમે ઘરે જ કેટલીક વસ્તુઓનો નિયમિત ઉપયોગ કરો તો કાળાશને દૂર કરી શકાય છે. એમાં ખાસ કરીને મહિલાઓને હાથ-પગ, કોણી, ઘૂંટણ અને અંડરઆર્મ્સ કાળા થવાની સમસ્યા વધુ જોવા મળે છે. ચાલો જાણી લો ઉપાય.

લીંબુની એક પાતળી સ્લાઈઝ કાપીને તેની પર થોડી ખાંડ ભભરાવો. પછી અંડરઆર્મ્સ, કોણી અને ઘૂંટણ પર આ સ્લાઈઝને હળવા હાથે રબ કરો. ખાંડ બેસ્ટ એક્સફોલિએટનું કામ કરે છે અને ડેડ સ્કિન દૂર કરીને નેચરલી બ્લીચ કરે છે. 1 ચમચી ઠંડી મલાઈમાં 1 ચપટી હળદર મિક્સ કરો. પછી તેનાથી રોજ 3-5 મિનિટ કાળા ભાગ પર મસાજ કરો. આ ઉપાયથી હોઠ સ્મૂધ અને ગ્લોઈંગ લાગશે. 1 ચમચી દહીં લઈ તેમાં થોડાં ટીપાં લીંબુનો રસ મિક્સ કરો.પછી આ મિશ્રણ જે-તે કાળા ભાગ પર લગાવી મસાજ કરો. 10 મિનિટ રાખીને ધોઈ લો. રાતે 2 બાદ પાણીમાં પલાળી સવારે તેની છાલ કાઢીને વાટી લો. હવે આ પેસ્ટમાં 1 ચમચી કાચું દૂધ મિક્સ કરો. પછી તેને અંડરઆર્મ્સ, કોણી અને ઘૂંટણ પર લગાવીને મસાજ કરો.10-15 મિનિટ રાખી ધોઈ લો.1 ચમચી લીંબુનો રસ લઈ તેમાં 1 ચમચી બદામનું તેલ મિક્સ કરો. જ્યારે પણ અંડરઆર્મ્સ, કોણી અને ઘૂંટણ ડ્રાય લાગે ત્યારે આ મિશ્રણ લગાવો અને 10 મિનિટ રાખીને ધોઈ લો. સનટેનથી કાળા થયેલાં શરીરના ભાગ માટે બેસ્ટ ઉપાય છે.

Next Story