અંકલેશ્વર : રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે ત્રિનેત્ર આઈ સેન્ટરનો કરાયો પ્રારંભ

અંકલેશ્વર શહેરના કેશવ પાર્ક પાસે ઉત્તમ સુવિધાઓ સાથે આંખની તપાસ માટે ત્રિનેત્ર આઈ સેન્ટરનો પ્રારંભ રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું

New Update
  • અંકલેશ્વરમાં ત્રિનેત્ર આઈ હોસ્પિટલનો પ્રારંભ

  • સુવિધાઓથી સજ્જ હોસ્પિટલનો થયો પ્રારંભ

  • મહંત ગંગદાસ બાપુના હસ્તે કરાયો પ્રારંભ

  • નેત્રરોગના દર્દીઓને મળશે આધુનિક સારવાર

  • પાલિકા પ્રમુખ સહિતના આમંત્રિતો રહ્યા ઉપસ્થિત 

અંકલેશ્વરમાં ત્રિનેત્ર આઈ સેન્ટરનો રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે પ્રારંભ કરવામાં આવ્યો હતો. અંકલેશ્વર શહેરના કેશવ પાર્ક પાસે ઉત્તમ સુવિધાઓ સાથે આંખની તપાસ માટે ત્રિનેત્ર આઈ સેન્ટરનો પ્રારંભ રામકુંડના મહંત ગંગાદાસ બાપુના હસ્તે કરવામાં આવ્યું હતું.અંકલેશ્વરના લોકો સુરત,વડોદરા સુધી આંખની તપાસ માટે જવું ન પડે અને મોતિયો માટે પણ લેસરથી ઓપરેશનની સુવિધા અંકલેશ્વરમાં મળી રહે તે માટે ડો.તૃપ્તિ ગુપ્તા દ્વારા ત્રિનેત્ર આઈ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત સહિતના પાલિકાના હોદ્દેદારો,સભ્યો તેમજ ડો.સતીષ ગુપ્તા,ડો.નીરજ ગુપ્તા અને બીજા અન્ય ડોક્ટરો પણ ઉપસ્થિત રહ્યા હતા.ગંગાદાસ બાપુએ જણાવ્યું હતું કે અંકલેશ્વરમાં લોકોને સુવિધા મળે તે માટે ડો.તૃપ્તિ ગુપ્તા દ્વારા ત્રિનેત્ર આઈ સેન્ટર સુવિધાઓથી સજ્જ  હોસ્પિટલ બનાવ્યું છે,અને લોકોને સારી સુવિધાઓ મળે તેવી શુભકામનાઓ પાઠવી હતી.

Latest Stories