Connect Gujarat
ફેશન

શું તમારી આંખોની નીચે કાળા કુંડાળા પડી ગયા છે? તો હવે ફિકર નોટ... આ ટિપ્સને ફોલો કરસો તો કુંડાળા ગાયબ..!

નવરાત્રીમાં ગરબા લેવા મોડી રાત સુધી જાગતા હોય છે. અને તેના કારણે શરીરમાં થાક પણ અનુભવતો હોય છે.

શું તમારી આંખોની નીચે કાળા કુંડાળા પડી ગયા છે? તો હવે ફિકર નોટ... આ ટિપ્સને ફોલો કરસો તો કુંડાળા ગાયબ..!
X

નવરાત્રીમાં ગરબા લેવા મોડી રાત સુધી જાગતા હોય છે. અને તેના કારણે શરીરમાં થાક પણ અનુભવતો હોય છે. આપની આંખો પર તણાવ અને થાક વધે છે. ત્યારે આપની આંખો નબળી પડે છે. જેથી આંખો કાળી પડી જાય છે અને તેને જ ડાર્ક સર્કલ કહેવામા આવે છે. ડાર્ક સર્કલ દૂર કરવા માટે તમે લાલ ટમેટાનો ઉપયોગ કરી શકો છો. ટામેટાં એ કુદરતી બ્લીચિંગ એજંટ છે. તેમાં હજાર વિટામિન સી, એંટી બેક્ટેરિયલ ગુણ આંખોની નીચેના કાળા કુંડાળાને દૂર કરે છે. તો આવો જાણીએ ડાર્ક સર્કલથી છુટકારો કેવી રીતે મેળવીશું.

1. ટામેટાં અને લીંબુ : ટમેટાની જેમ લીંબુ પણ એક બ્લીચિંગ એજંટ છે. ટામેટાં અને લીંબુનો રસ સારી રીતે મિક્સ કરી ને ડાર્ક સર્કલ પર લગાવો. આ પેસ્ટ લગાવીને 15 મિનિટ સુધી મસાજ કરો, અને માલીસ કરો પછી સામાન્ય પાણીથી ચહેરાને ધોઈ નાખો.

2. ટામેટાં અને એલોવેરા : ટામેટાં ત્વચાના રંગને સાફ કરે છે. એલોવેરા તેને હાઈડ્રેટ કરે છે. ટામેટાં જ્યુસ અને એલોવેરાને મિક્સ કરીને આ પેસ્ટને ડાર્ક સર્કલ પર 20 મિનિટ સુધી લગાવી રાખો. ત્યાર બાદ ચહેરાને સાફ પાણીથી ધોઈ નાખો.

3. ટમાટર, કાકડી અને ફૂદીનો : સૌ પ્રથમ ટમેટાને ફુદીના ના પણ અને કાકડી સાથે ભેળવીને સારી રીતે મિક્સ કરો. ત્યાંર બાદ આ પેસ્ટને આંખની નીચે લગાવો અને 20 મિનિટ સુકાવા દો. હવે તેને ઠંડા પાણીથી ધોઈ નાખો.

4. ટામેટાં અને બટેટા : બટેટા અને ટમેટાને એક સાથે ચહેરા પર લગાવવાથી ડાર્ક સર્કલ દૂર થાય છે. આ માટે ટામેટાં ને બટેટાને મિક્ષ કરીને તેની એક પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને આંખની નીચે કાળા સર્કલ પર લગાવો, ત્યાર અડધો કલાક માટે તેને એમ જ રહેવા દો. ત્યાર બદ્દ તે સુકાઈ જાય પછી પાણીથી ધોઈ નાખો.

Next Story