Connect Gujarat
ફેશન

ચહેરા પરનો ગ્લો ઉતરી રહ્યો છે કે કરચલી પડવા લાગી છે ? લગાવો આ પેસ્ટ, ચોક્કસ ફાયદો થશે

ચહેરા પરનો ગ્લો ઉતરી રહ્યો છે કે કરચલી પડવા લાગી છે ? લગાવો આ પેસ્ટ, ચોક્કસ ફાયદો થશે
X

મોટાભાગની મહિલાઓની ઉંમર વધતા ચહેરાની સ્કિન ઢીલી પડવા લાગે છે. ખોટી લાઈફસ્ટાઈલ અને અનિયમિત સ્કિન કેર રૂટીનને કારણે અત્યારે નાની ઉંમરમાં ચહેરાની સ્કિન લૂઝ થવા લાગે છે અને આંખો નીચે કરચલીઓ દેખાય છે.

જો તમારી પણ સ્કિન લૂઝ થવા લાગી છે તો તરત જ આ એક ઉપાય કરવાનો શરૂ કરી દો. 15 દિવસમાં અસર દેખાશે. 2 ચમચી દહીં, 1 ચમચી ગુલાબજળ, 1 ચમચી મુલતાની માટી, 1 ચમચી ચંદન પાઉડર, અડધી ચમચી લીંબુનો રસ. સૌથી પહેલાં એક બાઉલ લો અને તેમાં ઉપર જણાવેલી તમામ વસ્તુઓ નાખીને બરાબર મિક્સ કરી લો. પછી મુલતાની માટી ન હોય તો ચંદન પાઉડર પણ ઉપયોગ કરી શકો છો.

જો તમને લીંબુનો રસ સૂટ નથી કરતું તો તેની જગ્યાએ ટામેટાનો રસ લગાવી શકો છો. સૌથી પહેલાં ચહેરાને સરખી રીતે ક્લિન કરી લો. પછી આ પેકને ચહેરા પર લગાવી દો. પેકને 15 મિનિટ લગાવી રાખી પછી ફેસ વોશ કરી લો. ધીરે-ધીરે મસાજ કરતા કરતા પેક રિમૂવ કરો. પછી એક મોટા બાઉલમાં પાણી ભરીને બરફના ટુકડા નાખો. પછી પાણી ઠંડુ થઈ જાય તો તેમાં તમારો ચહેરો ડુબોડી રાખો. વચ્ચે શ્વાસ લેવામાં ફેસ ઉપર કરો અને પછી પાછો ડુબોડી દો. આવું 10 મિનિટ સુધી કરો. આ સ્ટેપ કર્યા બાદ પછી ફેસ પર ગુલાબજળ લગાવી દો. આ ઉપાય કરવાથી 15 દિવસમાં તમને ફરક દેખાશે અને સ્કિન ટાઈટ થવા લાગશે. આ ઉપાય સપ્તાહમાં 2 કે 3 વાર અવશ્ય કરવો.

Next Story