બનાસકાંઠા :  SMC પીઆઈના માતાપિતાની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરીને ઘરેણાની લૂંટ કરી લૂંટારૂઓ ફરાર

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે લૂંટારુઓએ એક દંપતીની નિર્મમ હત્યા કરી છે. મૃતક દંપતી સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટરના માતા-પિતા છે.

New Update
  • SMC પીઆઈના માતાપિતાની ઘાતકી હત્યા

  • દાગીનાની લૂંટ ચલાવી તિક્ષ્ણ હથિયાર વડે કરાઈ હત્યા

  • મહિલાના પગ કાપી કડલા,બુટ્ટી,ગળામાંથી દાગીનાની લૂંટ

  • મોડી રાત્રે હત્યારાઓ લૂંટ કરી હત્યાને અંજામ આપી ફરાર

  • એસપી,LCB,SOG સહિત પોલીસે શરૂ કરી તપાસ

બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના જસરા ગામે લૂંટારુઓએ એક દંપતીની નિર્મમ હત્યા કરી છે. મૃતક દંપતી સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટરના માતા-પિતા છે. ડબલ મર્ડરની આ ઘટના લૂંટના લીધે થઇ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

બનાસકાંઠા જિલ્લાના લાખણીના જસરા ગામે રહેતા વર્ધાજી પટેલ ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલા છે. તેમના પુત્ર અજમલ ચૌધરી સ્ટેટ મોનીટરીંગ સેલના પોલીસ ઇન્સ્પેક્ટર છે.વર્ધાજી ચૌધરી અને તેમના પત્ની તારીખ 15મી જુનની રાત્રે ખેતરમાં સૂતા હતાત્યારે લૂંટ અને ચોરી કરવા આવેલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારોના ઘા મારી તેમને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ઘટનાની જાણ થતા જ જિલ્લા એસ.પી. સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.

પોલીસની પ્રાથમિક તપાસમાં ડબલ મર્ડરનો આ બનાવ લૂંટ અને ચોરીના લીધે થયો હોવાનું જાણવા મળ્યું છે. આરોપીઓ મૃતક મહિલાના પગ કાપીને કડલા લઈ ગયા છે. સાથે કાનની બુટ્ટી અને ગળાના ઘરેણા પણ લઇ ગયા છે. આ ઉપરાંત ઘરની તિજોરી પણ તૂટેલી છે.આ ચકચારી ઘટના અંગે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સાથેLCB અનેSOG પોલીસની ટીમ ઘટનાને અંજામ આપનાર લૂંટારૂઓનું પગેરૂ મેળવવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

Latest Stories