Connect Gujarat
ફેશન

વાળને ઘરે કલર કરવા માટે અપનાવો આ સરળ 8 ટિપ્સ, વાળને નહીં થાય નુકશાન ......

આજ કાલ વાળને કલર કરવાનો ટ્રેન્ડ ઘણો વધી રહ્યો છે. ખાસ આકરીને કોલેજ જતાં છોકરા છોકરીઓમાં હેર કલરનો જબરદસ્ત ક્રેજ છે.

વાળને ઘરે કલર કરવા માટે અપનાવો આ સરળ 8 ટિપ્સ, વાળને નહીં થાય નુકશાન ......
X

આજ કાલ વાળને કલર કરવાનો ટ્રેન્ડ ઘણો વધી રહ્યો છે. ખાસ આકરીને કોલેજ જતાં છોકરા છોકરીઓમાં હેર કલરનો જબરદસ્ત ક્રેજ છે.આ માટે તેઓ બ્યુટી પાર્લરમાં જઈને વાળને કલર કરાવે છે. વાળને કલર કરવો એ ખૂબ જ ખર્ચાળ નથી, પરંતુ વાળની યોગ્ય સંભાળ પણ જરૂરી છે. કયારેક ખરાબ ગુણવત્તા વાળા રંગો વાળને નિર્જીવ અને નિસ્તેજ બનાવે છે. કેટલાક લોકો જાતે જ વાળ કલર કરવાનું શરૂ કરે છે, પરંતુ ઘરે વાળ કલર કરતી વખતે ખાસ કાળજી લેવાની જરૂર છે. જાણો, જ્યારે તમારે ઘરે જાતે જ તમારા વાળને કલર કરવાના હોય છે, તો કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

ઘરે વાળ કલર કરતી વખતે આ વાતોનું ધ્યાન રાખો

1. ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા સમાચાર મુજબ, જ્યારે તમે ઘરે જાતે જ તમારા વાળને કલર કરવા જઈ રહ્યા હોવ તો પહેલા પેચ ટેસ્ટ કરો. આ માટે એક બાઉલમાં થોડી માત્રામાં કલર મિક્સ કરો. આ મિશ્રણમાંથી થોડું લો અને તેને તમારા કાનની પાછળની ત્વચા પર અથવા તમારા કાંડા પર લગાવો. આ પછી, ઓછામાં ઓછા 24 કલાક માટે જુઓ કે તમને કોઈ એલર્જી છે કે નહીં. જો કોઈ પણ પ્રકારની એલર્જી ન હોય તો તમે ઘરે જાતે જ હેર કલર લગાવી શકો છો.

2. તમે બજારમાંથી કોઈ પણ હેર કલર ખરીદો પછી તેના પર લખેલી સૂચનાઓ એક વાર સારી રીતે વાંચો. આ માટે તે પેકેટનો ઉપયોગ કર્યા વિના ફેકી દો નહીં. એક વાર તમે પેકેટ પરની બધી સૂચનાઓ વછો પછી જ કલર કરો.

3. બોક્સ પર લખેલા કરતાં વધુ સમય માટે હેર કલરને વાળમાં રાખવાથી વાળ નિર્જીવ અને નિસ્તેજ બની જાય છે. સાથે સાથે વાળને ખૂબ જ નુકશાન થાય છે. સારા પરિણામો મેળવવા માટે સૂચનાઓ વાંચો.

4. જો તમે ઘરે જાતે જ હેર કલર કરવા જઇ રહ્યા છો. તો વાળ માટે એમોનિયા વગરના હેર કલરનો ઉપયોગ શ્રેષ્ઠ રહેશે. આનાથી રસાયણિક ગંધ, આંખોમાં બળતરા અને વાળને નુકશાન નહિ થાય.

5. જો તમે તાજેતરમાં જ કોઈ હેર ટ્રીટમેન્ટ કરવી છે તો આવી સ્થિતિમાં તમારા વાળને કલર કરવાનું ટાળો. આ માટે તમારે એક અઠવાડિયું રાહ જોવી પડશે અને વાળને જાતે કલર કરાવવું જોઇએ. નહીં તો હેર ટ્રીટમેન્ટ પછી વાળને નુકશાન થઈ શકે છે.

6. વાળના રંગના બોક્સમાં જે કહેવામા આવ્યું છે તેના કરતાં વધુ સમય કલર વાળમાં રાખવાથી રંગ વધુ ઘાટો નહીં આવે પરંતુ વાળ ડેમેજ થશે.

7. જો તમે તમારા વાળને કલર કરાવવા માંગતા હોવ તો એક બે દિવસ પહેલા શેમ્પૂ કરવાનું ટાળો. જ્યારે તમારા વાળ એક કે બે દિવસથી ધોયા ના હોય, ત્યારે વાળમાં હજાર સિબૂમ અને કુદરતી તેલ માથાની ચામડી પર રક્ષણાત્મક કવચનું કાંકરે છે. તેનાથી વાળા ને માથાની ચામડીને કોઈ નુકશાન થતું નથી.

8. વાળમાં કલર લગાવ્યા પછી તેને વધુ દિવસો સુધી ટકાવી રાખવા માટે તમે ગરમ પાણીથી વાળ ધોવાનું ટાળો. વાળને માત્ર ઠંડા અથવા હૂંફાળા પાણીથી જ ધોવાનું રાખો.

Next Story