તમે શિયાળા દરમિયાન શુષ્ક ત્વચાથી રાહત મેળવવા માંગો છો, તો ઘરે જ બનાવો આ બોડી લોશન

દરેક વ્યક્તિને સુંદર દેખાવું ગમતું હોય છે, પરંતુ શિયાળામાં લોકો ઘણીવાર ડ્રાય સ્કિનની સમસ્યાથી પીડાય છે.

New Update
તમે શિયાળા દરમિયાન શુષ્ક ત્વચાથી રાહત મેળવવા માંગો છો, તો ઘરે જ બનાવો આ બોડી લોશન

દરેક વ્યક્તિને સુંદર દેખાવું ગમતું હોય છે, પરંતુ શિયાળામાં લોકો ઘણીવાર ડ્રાય સ્કિનની સમસ્યાથી પીડાય છે. ત્વચાને કોમળ રાખવા માટે ઘણી મોંઘી પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે છે. જેની અસર આપણી ત્વચા પર થોડા સમય માટે રહે છે.

ત્વચા પર વારંવાર કોલ્ડ ક્રીમ લગાવવી પણ યોગ્ય નથી, કારણ કે તેમાં રહેલા રસાયણો આપણી ત્વચાને નુકસાન પહોંચાડે છે. આવી સ્થિતિમાં, તમારી જાતને હાઇડ્રેટેડ રાખો અને ઘરે જ બોડી લોશન બનાવો જે તમારી ત્વચાને સંપૂર્ણ પોષણ આપશે. તો ચાલો જાણીએ કઈ રીતે બનાવી શકાય...

1. નારિયેળ તેલ, એલોવેરા જેલ અને ગ્લિસરીન :-

સૌથી પહેલા નારિયેળના તેલમાં એલોવેરા જેલને સારી રીતે મિક્સ કરો અને પછી તેમાં ગ્લિસરીન નાખીને બરાબર મિક્ષ કરો. તમારું હોમમેડ બોડી લોશન તૈયાર છે. તે તમને માત્ર શુષ્ક ત્વચાથી જ રાહત આપતું નથી, તે તમારી ત્વચાને અંદરથી હાઇડ્રેટ પણ કરે છે અને સંપૂર્ણ પોષણ પ્રદાન કરે છે.

2. બદામ તેલ, નાળિયેર તેલ અને કોકો બટર, એસેન્શિયલ તેલ :-

સૌથી પહેલા નારિયેળના તેલમાં કોકો બટર અને એસેન્શિયલ ઓઈલ મિક્સ કરીને બોઈલરમાં ગરમ કરો અને પછી તેમાં વિટામિન ઈ ઓઈલ ઉમેરો અને પછી તેને ટીનના બોક્સમાં રાખો. આ લાંબા સમય સુધી ચાલતું કુદરતી હોમમેડ બોડી લોશન છે, જે કોઈપણ આડઅસર વિના તમારા શરીરને સંપૂર્ણ રીતે પોષણ આપશે.

3. નાળિયેર તેલ, લીંબુનો રસ અને વિટામિન ઇ કેપ્સ્યુલ્સ :-

સૌ પ્રથમ તેને બનાવવા માટે પહેલા નારિયેળના તેલમાં થોડો લીંબુનો રસ મિક્સ કરો અને હવે તેમાં વિટામીન-ઈ કેપ્સ્યુલનું પ્રવાહી ઉમેરો. તમારું બોડી લોશન તૈયાર છે. દરરોજ રાત્રે સૂતા પહેલા આને લગાવો.

Latest Stories