દિવાળીના તહેવારમાં આઉટફિટ્સની સાથે સાથે મેકઅપનું પણ રાખો ખાસ ધ્યાન, મળશે બેસ્ટ લુક...

આવતી કાલથી હવે દિવાળીના તહેવારની શરૂઆત થવા જઇ રહી છે. તહેવારની ઉજવણી પહેલા તૈયાર થવાથી લઈને પોતાને નિહારવા સુધીના સ્ટેપ્સને ફોલો કરી શકાય છે.

New Update
દિવાળીના તહેવારમાં આઉટફિટ્સની સાથે સાથે મેકઅપનું પણ રાખો ખાસ ધ્યાન, મળશે બેસ્ટ લુક...

આવતી કાલથી હવે દિવાળીના તહેવારની શરૂઆત થવા જઇ રહી છે. તહેવારની ઉજવણી પહેલા તૈયાર થવાથી લઈને પોતાને નિહારવા સુધીના સ્ટેપ્સને ફોલો કરી શકાય છે. મહિલાઓમાં સુંદરતા વધારવા માટે મેકઅપ કરવું કોમન છે. આજ કાલ માર્કેટમાં અનેક નવા નવા મેકઅપ ટ્રેન્ડમાં છે. મોટાભાગની મહિલાઓ નોર્મલ મેકઅપ લુક પસંદ કરતી નથી. એવામાં દરેક વ્યકતી ઈચ્છે કે તેના મેકઅપની ચમક પણ કઈક ખાસ હોય. તો આ સિઝનમાં તમે તમારી સ્ટાઈલને નિખારવા માટે તૈયાર થઈ જાઓ.

ન્યુડ મેકઅપ લુક

મહિલાઓ એવું જ ઇચ્છતી હોય કે સિંપલ મેકઅપમાં સુંદર દેખાવવા મળે. જો આવું છે તો ન્યુડ મેકઅપ લુક પસંદ કરો. તેમાં પણ બ્રાઉન કે પિચ કલરનો મેકઅપ ટ્રાઈ કરો. તેમાં લાઇટ આઈસેડો અને ન્યુડ લિપસ્ટિક તમારો લુક ચેન્જ કરી નાખશે.

સ્મોકી આઈ મેકઅપ

આ સમયે તમે આ મેકઅપ ટ્રાઈ કરી શકો છો. તે ટ્રેન્ડમાં છે. તમે બ્રાઉન કલરના ચોલી સાથે સ્મોકી આઇલૂક ટ્રાઈ કરી શકો છો. જો તમારા ડ્રેસમાં ગોલ્ડન કલર છે તો તમે ગોલ્ડન કલરની સ્મોકી આઈ પણ ટ્રાઈ કરી શકો છો.

સટલ મેકઅપ લુક

ઓછા સમયમાં સુંદર દેખાવા માટે તમે આ લુક મેળવી શકો છો. તેમાં તમે ચીક બોન્સ અને લાઇટ કન્ટુર કરો. આ પછી તમે આઇબ્રો પેન્સિલથી તેને શેપ આપો. અને પાંપણ પર મસ્કરા લગાવો. હોઠની ચમક વધારવા માટે તમે લીપસ્ટિક લગાવો.

ગ્લિટર આઈ મેકઅપ

મહિલાઓમાં સ્મોકી આઇની સાથે સાથે ગ્લિટર આઇ મેકઅપ પણ ખૂબ જ ફેવરિટ છે. નોર્મલ આઈ મેકઅપ ખૂબ જ ઓછો પસંદ કરાઇ છે. દિવાળીના તહેવારે તમે નવું ટ્રાઈ કરી શકો છો. તમે ડાર્ક કલર ગોલ્ડન ગ્લિટર યુઝ કરી શકો છો. આ લૂકમાં સિમ્પલ આઇશેડો પર ગ્લિટરની સામાન્ય લાઇન કરો. તેની સાથે ધ્યાન રાખો કે જ્યારે તમારો આઈશેડો ડાર્ક કલરનો છે. તો તમે ગોલ્ડન ગ્લિટરનો ઉપયોગ કરી શકો છો અને લાઇટ આઇશેડોની સાથે સિલ્વર પરફેકટ રહેશે.

Latest Stories