Connect Gujarat
ફેશન

શિયાળામાં સ્ટીમ લેવાના જાણો ફાયદાઓ, શ્વસનતંત્ર થી લઈ ત્વચાને થાય છે અનેકગણા લાભ....

બદલાતા વાતાવરણમાં અનેક લોકોને શરદી, ખાંસી અને તાવ જેવી બીમારીઓ થતી હોય છે. ગળામાં દુખાવો જેવી સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે.

શિયાળામાં સ્ટીમ લેવાના જાણો ફાયદાઓ, શ્વસનતંત્ર થી લઈ ત્વચાને થાય છે અનેકગણા લાભ....
X

બદલાતા વાતાવરણમાં અનેક લોકોને શરદી, ખાંસી અને તાવ જેવી બીમારીઓ થતી હોય છે. ગળામાં દુખાવો જેવી સમસ્યા ખૂબ જ સામાન્ય બની ગઈ છે. ખાસ કરીને જો શરદીના કારણે નાક બંધ થવાની સમસ્યા વધી જાય છે. આ સ્થિતિમાં સ્ટીમ લઈને તમે બંધ નાકની સમસ્યાથી મુક્તિ મેળવી શકો છો. સ્ટીમ લેવાથી નાક ખૂલી જાય છે. અને શ્વાસ લેવામાં પણ તકલીફ થતી નથી. સ્ટીમ લેવાથી એક નહીં પરંતુ અનેક ગણા ફાયદાઓ થાય છે.

શિયાળામાં સ્ટીમ લેવાથી ત્વચા સોફટ અને ચમકદાર બને છે. આ ઋતુમાં ઠંડીના કારણે સ્કીન ડ્રાઈ થાય જાય છે અને કરચલીઓ દેખાવા લાગે છે. તેવામાં સ્ટીમ લેવામાં આવ તો સ્કિનના પોર્સ સાફ સાફ જાય છે અને સ્કીન પર ચમક આવે છે. શિયાળામાં નિયમિત રીતે સ્ટીમ લેવાથી સ્કીન ટાઈટ થાય છે અને ગ્લો આવે છે.

· સ્ટીમ કેવી રીતે લેવી?

સામાન્ય રીતે લોકો ચહેરા પર વરાળને ડાઈરેક્ટ લેતા હોય છે. પરંતુ જો રોજ સ્ટીમ લેવાની હોય તો ચહેરા પર ડાઇરેકટ સ્ટીમ લેવાના બદલે આગળ કપડું કે નેપકિન રાખી દેવું. આ રીતે સ્ટીમ લેવાથી ચહેરાને મોઈશ્ચર મળે છે. આ સ્ટીમને તમે લાંબા સમય સુધી નાક વડે શરીરમાં અંદર પણ લઈ શકો છો. તેનાથી શ્વાસ લેવામાં તકલીફ નહીં થાય અને ત્વચાને પણ ફાયદો થશે.

Next Story