/connect-gujarat/media/post_banners/4b8e92b171edea021974a89c9e6b9c6f25931c6c13f5123c5ef6b7efb2e9a765.webp)
આજની આ ફાસ્ટ લાઈફમાં અનેક લોકો પોતાની સ્કિનની કેર પ્રોપર રીતે કરી શકતા નથી. ખાસ કરીને વાત કરવામાં આવે તો નાક પર કાળા નાના નાના દાણા થઈ ગયેલા જોવા મળે છે. આ પરેશાનીથી છુટકારો મેળવવા માટે લોકો અનેક પ્રકારની બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરતાં હોય છે પરંતુ તે બધી પ્રોડક્ટ કેમિકલયુક્ત હોય છે અને સ્કિનને નુકશાન કરે છે. આ કાળા દાણાને દૂર કરવા માટે ઘરેલુ ઉપાય એકદમ બેસ્ટ છે.
મુલતાની માટી
મુલતાની માટીથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકશો. આ માટે એક બાઉલમાં 2 ચમચી મુલતાની માટી લો. તેમાં જરૂર મુજબનું ગુલાબજળ નાખી પેસ્ટ બનાવો. પછી આ પેસ્ટને નાક પર લગાવો અને મસાજ કરો. ત્યાર બાદ સુકાઈ જાય એટલે ચોખ્ખા પાણીથી ધોઈ નાખો. આમ કરવાથી કાળા દાણા દૂર થશે.
લીંબુ અને મધ
લીંબુ અને મધના ઉપયોગથી તમે કાળા દાણા દૂર કરી શકશો. આ માટે એક લીંબુ લો તેનો રસ કાઢી લો હવે તેમાં થોડું મધ ઉમેરો અને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટને તમારા નાકના કાળા દાણા પર લગાવો. આવું કરવાથી અઠવાડિયામાં બધા બ્લેક હેડ્સ દૂર થઈ જશે અને સ્કીન એકદમ સરસ થઈ જશે.
ચણાનો લોટ
ચણાનો લોટ સ્કિનની અનેક સમસ્યાઓ દૂર કરે છે. આ માટે એક બાઉલમાં ચણાનો લોટ લો. તેમાં થોડી હળદર નાખો હવે તેમાં જરૂર મુજબનું પાણી એડ કરી તેની પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને નાક પર લગાવો અને થોડી વાર સુકાવા દો. પેસ્ટ સુકાઈ જાય પછી તેને ધસીને ચોખા પાણીથી સાફ કરી નાખો. આમ કરવાથી નાક પરના કાળા દાણા દૂર થઈ જશે અને સ્કીન એકદમ મસ્ત ચમકવા લાગશે.
ચંદન, ચણાનો લોટ અને મધ
નાક રહેલા કાળા નાના નાના દાણા દૂર કરવા માટે ચંદન, હળદર અને મધને મિક્સ કરી તેની એક પેસ્ટ બનાવો. આ પેસ્ટને નાક પર લગાવો અને 2 મિનિટ માટે મસાજ કરો. હવે આ પેસ્ટને નાક પર 15 મિનિટ માટે રહેવા દો. ત્યાર બાદ તેને ચોખ્ખા પાણીથી ધોઇ નાખો. સ્કીન એકદમ કલીન થઈ જશે.