અંકલેશ્વર : બાકરોલ પ્રાથમિક શાળાની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ, શિક્ષણ પ્રધાનની ઉપસ્થિતિમાં કરાશે ભવ્ય ઉજવણી

શાળા 100 વર્ષ પૂર્ણ કરી 101માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા સમગ્ર ગ્રામજનો દ્વારા રવિવાર તા. 15 ડિસેમ્બરના રોજ સપનાના વાવેતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

New Update
  • અંકલેશ્વરના બાકરોલ પ્રાથમિક શાળામાં કરાશે ઉજવણી

  • બાકરોલ પ્રા. શાળાને જઈ રહ્યા છે 100 વર્ષ પૂર્ણ થવા

  • તા. 15 ડિસે.ના રોજ સપનાના વાવેતર કાર્યક્રમ યોજાશે

  • રાજ્ય શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનશેરીયા રહેશે ઉપસ્થિત

  • ભૂતપૂર્વ શિક્ષકો-વિદ્યાર્થીઓગ્રામજનો ઉપસ્થિત રહેશે

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાને 100 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છેત્યારે રવિવાર તા. 15 ડિસેમ્બરના રોજ રાજ્યના શિક્ષણ પ્રધાનની ઉપસ્થિતિમાં સપનાના વાવેતર કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની વર્ષ 1924માં સ્થાપના કરવામાં આવી હતી. જે શાળા 100 વર્ષ પૂર્ણ કરી 101માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા સમગ્ર ગ્રામજનો દ્વારા રવિવાર તા. 15 ડિસેમ્બરના રોજ સપનાના વાવેતર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

જે કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનશેરીયાસાંસદ મનસુખ વસાવાજીલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્ર વાસદીયાધારાસભ્ય ઈશ્વર પટેલ તેમજ ભૂતપૂર્વ શિક્ષકોવિદ્યાર્થીઓ સહીત સમગ્ર ગ્રામજનો ઉપસ્થિત રહી આ પળને ઐતિહાસિક બનાવશે. જે કાર્યક્રમમાં પધારવા ગ્રામજનોએ સૌકોઈને નિમંત્રણ પાઠવ્યું છે.

Read the Next Article

સોનાના ભાવમાં વધારો, રૂ 800 વધીને 1,03,420 પ્રતિ 10 ગ્રામની નવી રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા

રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવ વધુ 800 વધીને 1,03,420 પ્રતિ 10 ગ્રામની નવી રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના

New Update
gold rate

રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવ વધુ 800 વધીને 1,03,420 પ્રતિ 10 ગ્રામની નવી રેકોર્ડ ઊંચી સપાટીએ પહોંચ્યા. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, જથ્થાબંધ ખરીદદારોની મજબૂત માંગને કારણે આ વધારો થયો હતો.

ગુરુવારે પણ સોનાના ભાવ 3,600 વધીને 1,02,620 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયા હતા એમ પીટીઆઈના અહેવાલમાં જણાવાયું છે. અત્યાર સુધીમાં છેલ્લા પાંચ ટ્રેડિંગ સત્રોમાં જ સોનું 5,800 પ્રતિ 10 ગ્રામ મોંઘુ થયું છે. 99.9% શુદ્ધતાવાળા સોનાનો ભાવ શુક્રવારે 1,03,420 હતો.  99.5% શુદ્ધતાવાળા સોનામાં 800 વધીને 1,03,000 પ્રતિ 10 ગ્રામ (બધા કર સહિત) થયું, જે ગુરુવારના અગાઉના રેકોર્ડ 1,02,200 ને વટાવી ગયું.

સોનામાં સુરક્ષિત રોકાણની માંગ વધી

એબાન્સ ફાઇનાન્શિયલ સર્વિસીસના સીઈઓ ચિંતન મહેતાના મતે યુએસ ટેરિફથી વૈશ્વિક પુરવઠા પર અસર પડી છે, જેના કારણે સોનામાં સુરક્ષિત રોકાણની માંગમાં વધારો થયો છે. તેમનું કહેવું છે કે સ્વિત્ઝરલૅન્ડથી આયાત કરાયેલા સોનાના બાર પર 39% ટેરિફ લાદવાના યુએસના નિર્ણયથી બજારમાં મોટી હલચલ મચી ગઈ છે. આનાથી વૈશ્વિક પુરવઠા માર્ગમાં વિક્ષેપ પડ્યો છે, જેના કારણે રોકાણકારો સોના તરફ પાછા ફર્યા છે. સ્વિત્ઝરલૅન્ડ  વિશ્વના સૌથી મોટા ગોલ્ડ રિફાઇનિંગ કેન્દ્રોમાંનું એક છે. આ નવી નીતિએ કર મુક્તિઓ દૂર કરી છે, જેના કારણે "સેફ હેવન" માંગમાં વધારો થયો છે.

ચાંદી પણ રેકોર્ડ ઊંચા સ્તરે 1,15,000 પ્રતિ કિલો

સોનાની સાથે, ચાંદીના ભાવ પણ 1,000 વધીને 1,15,000 પ્રતિ કિલો (બધા કર સહિત) પર પહોંચી ગયા છે. છેલ્લા પાંચ ટ્રેડિંગ સત્રોમાં ચાંદીના ભાવ 5,500 પ્રતિ કિલો વધીને 1,500 પ્રતિ કિલો (બધા કર સહિત) પર પહોંચી ગયા છે.