ભરૂચ: ફાંટા તળાવથી મહમદપુરાને જોડતો માર્ગ પહોળો કરાશે, ટ્રાફિકજામમાંથી મળશે મુક્તિ

શ્રવણ ચોકડી પર બની રહેલ ફ્લાય ઓવરબ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યામાં એકાએક વધારો થયો હતો.જેના પગલે વાહનચાલકોને ભરૂચના મહમ્મદપુરા માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.

New Update
Advertisment

 

Advertisment

ભરૂચના  ફાટા તળાવ- ઢાલથી મોહમ્મદ પુરા વચ્ચેનો સાંકડો માર્ગ પહોળો કરવા નગર સેવા સદન દ્વારા આદેશ આપવામાં આવ્યા છે ત્યારે સેંકડો વાહન ચાલકોને ટ્રાફિકજામના ભરડામાંથી મુક્તિ મળશે

ભરૂચની શ્રવણ ચોકડી પર બની રહેલ ફ્લાય ઓવરબ્રિજના કારણે ટ્રાફિકની સમસ્યામાં એકાએક વધારો થયો હતો.જેના પગલે વાહનચાલકોને ભરૂચના મહમ્મદપુરા માર્ગનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી.
આ માર્ગ સાંકડો હોવાથી વાહન ચાલકોને અવરજવર માટે ભારે ટ્રાફિકજામનો સામનો કરવાનો વારો આવ્યો હતો.આ સમસ્યા બાબતે વિપક્ષ દ્વારા ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને નગરપાલિકામાં રજુઆત કરવામાં આવી હતી.ટ્રાફિક સમસ્યાની ગંભીરતાને ધ્યાને લઇ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી,નગરપાલિકા પ્રમુખ,કારોબારી અધ્યક્ષ સહિતની નગરપાલિકાની ટીમે વિપક્ષ નેતા સમશાદ સૈયદ તેમજ સભ્યો સલીમ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા,ઈબ્રાહીમ કલકલ સહિતના આગેવાનોને સાથે રાખી ટ્રાફિકવાળા માર્ગનું નિરીક્ષણ કર્યું હતુ અને  માર્ગને પહોળો કરવા મંજૂરી આપી હતી.આ સાથે માર્ગ પર રહેલ દબાણ સહીત નડતર રૂપ વીજ પોલને હટાવવા આદેશ કર્યો હતો. 
Latest Stories